શનિવાર, 30 જૂન, 2012

think jiya(જીવ) તું think...!!


think jiya(જીવ) તું think...!!
વીણું શબ્દોના શંખ  ખોબામાં think jiya તું think...!!
શિરીષ  ફાગણીયું ફુલ ને કેસુડો ઉગ્યો વગડે think jiya તું think...!!
આગ  લગાડે કેસુડો કામણગારો થૈ think jiya તું think...!!
મનડા ની આગ  દઝાડે think jiya તું think...!!
અખંડ  દિપકો ફેસબુકમા, વાતુ કરવાને તત્પર..
મુર્ઝાય  અંદર -અંદર  જીવડાં think jiya તું think...!!
સંસ્ક્રુતિ ને સંસ્કાર ઝંખે સરોવર પાળે તત્પર...
સ્વપ્નના તારલાની ઓઢણી ઓઢી think jiya તું think...!!
આંસુ ને મૌનની ભાષા વ્હાલી લાગે મર્યાદા-રેખા  think jiya તું think...!!
-Rekha Shukla

કાનુડા....!!


સપના રડાવે રાતને 
      કહે મૌનને ઘણું
દિલની આરપાર જીવીને
  આગમનની અદામાં ઘણું
આ  સળવળાટ ની કરામત
   દિલમાં રણકી ઘણું
પડખું ફરી મૌજ  સરકે
  હિંચકે ઝુલે હૈયું ઘણું
---રેખા શુક્લ