મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

બેહકાવે

ઉગી સવાર અંગડાઈ લઈ ને...
શરમ ના શેરડા રાતા ચોળ થઈ ને !! 
કહું છું, સાવ એકલા સાથે ચાલો ..
સહિયારા થઈ ને ભળતા રહી ને !! 
પોપટ મેના રાહ જુવે ને કોયલડી કૂહુ કૂહુ ગાયે, 
નાચે આંગણીએ મોરલો કળા કરી...
ટહુકી ને બેહકાવે રે મને...
કહું છું, સાવ એકલા સાથે ચાલો...
સહિયારા હાથ માં હાથ ભેરવી ને !!
----રેખા શુક્લ

ચરણે

કશાય કારણ વગર શું આવી શકું
ખુલ્લા હશે શું દ્વાર?  કે આવી શકું
અધુરા કરમાઈને ફોરમ બની શકું
ફૂલ સમું કાળજું ચરણે શું ધરી શકું 
----રેખા શુક્લ


હથેળીએ

મખમલ જેવી એક-બે ગઝલ મૂકી દે હથેળીએ 
પ્રતિબિંબ જોઈ પાની, પુણ્ય મૂકી દે હથેળીએ
ક્યાંક ચીથરેહાલ આંખલડી, રડી રે હથેળીએ
ટગર ટગર ટપકયાં કરે રે  મોતીડાં હથેળીએ
---રેખા શુક્લ

ટેરવે ઇશ્વર બેઠો, રંગ ભરે પીંછુ કેનવાસે
ભેળવે પ્રેમ બેઠો, અંગ હસે તુજ કેનવાસે
-----રેખા શુક્લ