ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

માળા.....


જીન્દગીની રાત પુનમ થઈ ખીલી ગઈ
અચાનક સ્નેહથી જોઈ પાગલ થઈ ગઈ
મુહબ્બતના નામની થોડી જીક્ર થઈ ગઈ
એકબીજામાં ડુબવાની આદત થઈ ગઈ
થયો હસ્તમેળાપ ને રેખા અંકિત થઈ ગઈ
તલાશે મુકદદરની સાચી જીત થઈ ગઈ
સામે મળી સાથે ભળ્યો હસ્તી ભળી ગઈ
વાત કરવાનો અવસર કયાંય મળ્યો નઈ
લાગ્યું એવૂં એના નામની માળા થઈ ગઈ
--------રેખા શુક્લ ૯/૨૦/૨૦૧૨