ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2016

સમય

સમય ઉપર સમય દીધો, ચાલતો રે ગયો સમય 
ભાગતો રે રહ્યો સમય,  નિરખતો આયનો સમય 
કિરણ થઈ ઉગ્યો સમય, કિર્તી થઈ વધ્યો સમય
નામ બન્યુ કવિતા તેનું, કંગન બની કાંડે સમય 
ગોધૂલ વેળા વાળાનું ટાણું, ચાલો સંગ રે સમય
ડોકી ગયું આકાશ બારીએ, અજવાશનો છે સમય
પ્રથમ પાને શ્રીગણેશ, કંકુ પગલા પાડ તુ સમય
કરિશ્મા કુદરતી, સંજોગ રમાડે રમત અરે સમય
રોતુ હસ્તુ ઉંઘમાં સપનું, રંગ-બેરંગી થયો સમય
હાંસિયામાં ઘૂંટુ નામ, ગર્ભમાં છાનુ હસાવે સમય
----રેખા શુક્લ