ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2013

ચોકલેટ બાળપણ

ચોકલેટ ચોકલેટ બાળપણ લાગે
સ્મરણ આંગણ કામણ જાગે

શાણપણ ની ભીનાશ વાગે
કૂંપણ પ્રાંગણ તું કારણ લાગે
---રેખા શુક્લ

ખુલ્લા આકાશે

તૂટી જાયે દરવાજો ભીંત ઉભી ના કરો
છુટી જાયે માળો તમે ઝાડ માંગ્યા ના કરો

છાંયો આપતા તપ્યા તોય પાડી ના રાડ ડુમો તો ના ભરો
પાંખો આપીને ખુલ્લા આકાશે ઉડવાની મના તો ના કરો
---રેખા શુક્લ

ઉજાસી ભાર

ઘબકતી વાણીના તુટ્યાં તાર લઈએ ચલને
દિલોદિમાગ પાણીનાં ખુટ્યાં માર થઈ ચલને
દિપકની રોશનીમાં મુક્યા ડાયમંડ લઈ ચલને
ટમટમિયું મહેફિલનું ઉજાસી ભાર લઈ ચલને
---રેખા શુક્લ

પલળતા જ દાંઝ્યા

નરસરીમાં ટેરવે ફર્યા કરે, આવી અડપલા કર્યા
બિરાદરીમાં ભમવા સુર્ય ને કેદ કરી પાંપણે ઠર્યા
વળાવે નજર તોય નજર ઉંચી તાંપણે આંસુ સર્યા
પલળતા જ દાંઝ્યા અસર જોઈ મહીં આંખે ઠર્યા
તરસની છૂપી ઉદાસીને સખી વેદના સાથે કર્યા
લોહીલુહાણ પ્રશ્નો ના કાતિલ જવાબો જઈ ઠર્યા 
પલળી ગયા તસ્વીર જોઈ તસ્વીરે છત્રીમાં કર્યા
દોડ્યા કરી વહ્યા કરી એક નદીમાં જઈ ઠર્યા !!
---રેખા શુક્લ