બુધવાર, 30 ઑગસ્ટ, 2017

પટરાણી


આંખે થી ટપક્યાં ઝરમરીયાં આ મીઠા પાણી
નજરૂં શોધે દૈદેને તારી કોઈ એકાદ તો એંધાણી

ગગરીયાં છલકી જોબન મલકી બોલીયે રંગાણી
પગેરૂં શોધુ જો દૈદે તું કોઈ એકાદી રે એંધાણી

પલપલ ડગમગી નયનન બોલકી વાંચાળી 
જલજલ વિંધશે અર્જુન બાણે થાવું રે પટરાણી

વાંસળીનો ગુન્હો કરે ફરીયાદ કહે છું વિંધાણી
વાતુમાં કાઢો વાંક તો ક્યારેય ના છું સંધાણી

સરયુ- તાપી નદીઓ રડીરડી છાપે થઈ ગવાણી
રોપ્યું વ્હાલે, એકાદ ટપલીયું કૂંપન થઈ ખોવાણી
---રેખા શુક્લ  ૦૮/૨૯/૨૦૧૭

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

हो तेरा क्या केह्ना ?


Omg Nani ❤️❤️❤️ u Aria
हो तेरा क्या केह्ना ?
उसकी अदा माशाल्लाह
उन्की आंखे वल्लाह वल्लाह
करे शेतानी प्यार जताके
हैरान हूं मैं वाह रे वाह !!
---रेखा शुक्ला

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2017

તડકે તડપના


માપું શું, તિરાડ સંબંધોની 
થડકારો ધ્રુજે છે દિલ સુધી
----રેખા શુક્લ
તડકે તડપના છીએ બહુ શેકાણા
ઉજાગરી બર્ફ રાતુએ બહુ બફાણા
----રેખા શુક્લ

ભોળવાઇ ગઈ, છે ભોળી પારેવડી
વીંધાશે પાંખુ, જો શિકારીને જડી 
વાદળી છે તોફાની, સૂર્યને તો રંજાડી 
પિંખાઈ વરસી, જો રોતી તે જડી
----રેખા શુક્લ

रोया अंबर
बुंदन बुंदन चिपका पानी जैसे खिल गये मोती
चूपके चूपके रोया अंबर जैसे गिर गये मोती !!
---रेखा शुक्ला 

રવિવાર, 6 ઑગસ્ટ, 2017

ભૂમિતિ હીંચી


એક લપસણી માં બારાક્ષરી ને ગણાઈ ગઈ ભૂમિતિ હીંચી
ટાંકો લેતા શબ્દો માંય ચિરાઈ જીન્દગી ગઈ સમૂળી સીંચી 
આંખો વાંચે નજરાઈ ને .....કોરે પાને સાક્ષત લીધી વાંચી
ટપ ટપ ચાલ કવિતાની ગબડ્યા અક્ષર સીધી જાણી ખાંચી
સૂસવાટા ના સબડકા ને બટકું વાદળિયાળો તડકો ને મીંચી
વ્હીસલ વગાડે પોપટડો ને માતેલો ટહુક્યો મોરલીયો ઢીંચી 
----રેખા શુક્લ 

મંગળવાર, 1 ઑગસ્ટ, 2017

રેલમછેલ


કાંટાની વાડે ઉગી એક વેલ 
ફૂંટી પાંદડી લીલુ રેલમછેલ

વળગ્યું'તુ વ્હાલ સૂર્યનું ઘેલ
હસ્તુ રમતું ખુલ્યું પીળુ રે ફૂલ

દેખાડી દાંત તોડ્યું રોજ રે ફૂલ
ધર તરફ વળી ભીંતાળી રે વેલ

હસતી ઝાંખુ લજામણી એ વેલ
મારણ સ્મિતે માતેલી એક વેલ
 ----રેખા શુક્લ