રવિવાર, 10 નવેમ્બર, 2013

જયોત



રોને સે ના આયે આંસુ લો હસ લિયા કરેંગે
ખુશી હો યા ગમ આંખોસે બયા કરેંગે...!!
---રેખા શુક્લ




બિછડકે તુમસે મિલના હૈ મિટકે ફિર હમે બનના હૈ....
જલાતે રહે હમસે હમે તો જયોત ફિર ભી બનના હૈં....
---રેખા શુક્લ

દૂર રહી મળતા રૂબરૂ રહ્યા !!
સંગમ અહીં શબ્દે હાજર રહ્યા 
---રેખા શુક્લ

આદત છે ગરજ

આદત જુની છે સૂરજ

અદા સમજે છે રમૂજ
સારી ભરી તેતો સમજ
બતાવી દેતો તું ફરજ
કેટલી રાખવી ધીરજ
ખબર લાગે છે સહજ
ભરતા જ રહો કરજ 
આ તે કેવી છે ગરજ 
---રેખા શુક્લ

વ્હાલ અમી


પોટલી માં યાદ ભરી સ્વાદ સુગંધ મીઠડી
સાડલો આંગળી  વ્હાલ અમી ભરી આંખડી
સંવાદ મંદિર પ્રભાતિયું ઓટલો ને લાકડી
દાદાજી કરતા વાતો તસ્વીર વાળી ભાતડી 
----રેખા શુક્લ

ગ્રીન સિગ્નલ મોરલી


શ્વાસને કેમ કરી ને ભૂલાય વિંધી લીધી પાંખો ખોલી
પોટ્રેઈટ અટકી હસ્યા ને પછી સ્થગિત વિચાર ચોળી 
શમણાં તાંતણા મોરપીંછ વળગી ઘેલી સુવાસ પોટલી 
ગ્રીન સિગ્નલ મોરલી ફુંકાઈ ફુંકાઈ ને વળગી પોલી
---રેખા શુક્લ

આસમાની


બોર્ડર કાંગરી ની શિખરે ઉંચે આભ આસમાની
જાય દોડી છમછમ હસતું ઝરણું એ આસમાની
થીજ્યું રક્ત કાપ્યુ કહી એનઆરઆઈ આસ્માની
સવા લાખ નો જવાબ તું ના જાણે એક મસ્તાની
ભીંજુ ઝાંકળ થઈ ને ટપકી તુજ્માં થૈ આસમાની
તુજ નયન ના શબ્દો મારા આંસુ છે આસમાની
---રેખા શુક્લ