બુધવાર, 2 જાન્યુઆરી, 2013

તું જિંદગી...

તળતળ લળે તું જિંદગી; 
કણક્ણ રળે તું જિંદગી...
જીવન માંગે તું જિંદગી; 
જી-વને રઝળે જિંદગી...
પળપળ પ્રખર તું જિંદગી; 
મળે કફન તું જિંદગી...
બળબળ જલે તું જિંદગી; 
સરવાળે ફળ તું જિંદગી...
ખળખળ વહે તું જિંદગી; 
મ્રુત્યુ ને આધિન જિંદગી...
મણમણ સહે તું જિંદગી; 
કેમ ભાગે તું જિંદગી ?
--રેખા શુક્લ 

પ્રેમ એટ્લે બસ પ્રેમ...


ફુલ ફુલ શબ્દોને માળા કવિતાની ગુંથાય એટલે પ્રેમ.... 
વ્હાલ વ્હાલ માં મ્હાલ મ્હાલ ચાલ મળ આસ પાસ એટ્લે પ્રેમ...  
મોહક મન ને સુર સંગીત મળે એટ્લે પ્રેમ ...
ટહુકે બેસે મોરલા ને ફુદડીયો ફરે ઢેલ એટ્લે પ્રેમ.... 
પિયુ પિયુ બોલ્યા કરે તલ્લીન વાંસળી વાગ્યા કરે એટલે પ્રેમ... 
સતત ઝરણું બની રક્તસંગ વહ્યા કરે એટ્લે પ્રેમ ...
પ્રભુ ની પેહ્ચાન માણસ ને લાગણી નો સાથ એટ્લે પ્રેમ...
સંસ્ક્રૂતિ ને સંસ્કાર પ્રેમ, અનુભુતિને સંવેદના પ્રેમ...
કુદરતનો કરિશ્મા ને શુખ્ષ્મ સર્વત્ર ઝળઝ્ળે આંખે એટ્લે પ્રેમ ... 
રોજ રોજ આવે ને મળે તોય આવે યાદ એટ્લે પ્રેમ .... 
સામે ના હોય ને હસવું આપે તારી યાદ એટ્લે પ્રેમ..
ઘુંઘટ્માં મરક મરક મુસ્કાન ને બંધ આંખે આવકાર એટલે પ્રેમ...
--રેખા શુક્લ