શુક્રવાર, 9 માર્ચ, 2012

પાણી જ પાણી....!


રૂસ્તમજી કરે  વિચાર...
જ્યાં જોંઉ ત્યાં બસ પાણી જ પાણી
જો રંગમાં મિલાવો તો રંગીન પાણી
બેહકાવે પનિહારી, આંખ માં વસે પાણી
બર્ફ પાણી, વરસાદ પાણી, નદીયે પાણી
ગ્લાસ-બાલ્ટી-વાદળે હો કે દરિયે પાણી
બેપ્ટાઈઝ કરવા માટે હોલી વોટર...
અભિષેક હો કે વ્રુક્ષને જોઈએ પાણી
મરતા સમયે ગંગાજળ નુ પવિત્ર પાણી
અરે મર્યા પછીએ મળે "રાખ" ને ગંગાનુ પાણી
 -રેખા શુક્લ(શિકાગો)

સપ્તરંગી…..!!!


કાળું ભમ્મર વાદળું આગાહી કરતું આવ્યુ...
ઝરમર ઝરમર સાથે ટપ ટપ ફોરા લાવ્યું...
ઝરણાંમાંથી  કુદતું ધડબડ ધડબડ ભાગ્યું....
ખળખળ વહી ભળે નદીમાં આકુળવ્યાકુળ આવ્યું..
વિશાળ દરિયે મળ્યું ખુશીમાં મોટું વ્હાલ આપ્યું...
સફેદ ગાલીચો સ્નોનોસસલાંએ પગલું પાડ્યું...
ગચિયું પાણીનું લઈ હાથમાં સ્નો-બોલ બનાવ્યું...
પુજારી-ચાચાએ દીધું આચમન તેય યાદ આવ્યું...
સ્થિર બાલ્ટીમાં બેઠું નળ માંથી ગટ-ગટ આવ્યું...
સપ્તરંગી  હોળી-પર્વમાં પ્રેમના રંગે તારે રંગાવું...
બનું તારી રાધા સાજન જો મોહન તારે થાવું...
-રેખા શુક્લ(શિકાગો)