બુધવાર, 26 જુલાઈ, 2017

ના'ની-ના'ના સંગ હુંકારો


ના'ની-ના'ના સંગ હુંકારો
બહુ કોમળ છે તું લાગે માવા નો પીંડો છે તું 
બહું ચંચળ છે તું દોડી ને ભેટવા મથે છે તું 
ડગુમગુ અચળ છે માંડમાંડ બે ડગ ભર તું 
ફડફડે હોઠ વાચાળ છે "હં" જ બસ કહે તું 
ખેલી લંઉ સંગ તારી, મારી ઢીંગલીની ગમતી બેબી-ડોલ છે
ખુલ્લા હાથે બથ ભરી ગળે લગાવી ચુમુ તુંજ life-whole છે
પુષ્પો ચલ પાથરું જો જો તું ડગ માંડે છે તું
નોટી તારા ચાળા છે તું ચાલાક નજરું છે તું 
ના'ની-ના'ના સંગ હુંકારો તું હૈયું હામ છે તું 
જારે નટખટ લોરી ગાંઉ મધુરુ સપનું છે તું 
---રેખા શુક્લ ૦૭/૨૬/૨૦૧૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો