શુક્રવાર, 24 નવેમ્બર, 2017

જુવાન


શર્મિલા ફૂટ્યાં ગાલે શેરડા
કાં પાછળ પડ્યો જુવાન 
હ્રદયનો રંગ ગાલે ચડ્યો
ગુરછ્છાને નચાવે જુવાન 
બટકબોલીયો આંખે ચડ્યો
ઇરછાની સુંદરી થઈ જુવાન 
ડહાપણને ઉંમરનો ઢાળ નડ્યો
ઓઢેલી ચુંદડી ચામડી જેમ જુવાન 
મલક્યા કરે છે આયનો પડ્યો
નૈના કજરાલે બેકરાર જુવાન 
ધરપત ના ધરે આલિંગને અડ્યો
મૂંછમાં મલકાતો સુંવાળો જુવાન
---રેખા શુક્લ 

સોમવાર, 13 નવેમ્બર, 2017

છે ...!!!!


ખરે પાન એકલું,....ને ઉઝરડો લીલાશે 
હવાનું ઘેલું એકલું, છે તરછોડો ભીનાશે
---રેખા શુક્લ

શનિવાર, 11 નવેમ્બર, 2017

સેંથી ની વાટે


પડે છે સ્નો હવે ઝરણું નિંદરમાં રૂવે છે
ઉછીનું હાલરડું ગાઈ સૂકી ડાળુ જુવે છે

વાદળને હિંડોળે સ્નોફ્લેક્સ ઝબૂકે છે
સેંથી ની વાટે કંકુ સૂરજ ઢોળી ઉગે છે

દિશા દાદ ની બારીએ સપનું જાગે છે
વિરાટની અટારીએ શબ્દો ને મીચે છે

શૈશવના ગુલાબી ગાલ રમાડી ચૂમે છે
વસંતની પાંખે પંખીડુ વ્હાલ સીંચે છે

પગલી પગલી કવિતાના પુષ્પ ખરે છે
સાગરની છોળું દિવ્ય પગલાં ચૂમે છે
----રેખા શુક્લ

રવિવાર, 5 નવેમ્બર, 2017

ગાય કનૈયો


જવાબ દેજે ઇશ્વર 
સાપના લિસોટા ભૂંસી
વાપરને ઇશ જાદુઈ લાકડી
કે 'માનવબાળ' જન્મતા રહી
હ્સતો રમતો ગાય કનૈયો જડી 
-----રેખા શુક્લ

સખીરી !!જાશું ઉડી રે સખીરી, 
દ્રષ્ટિકોણ છે પાંખ ને ગૂંથી
પાંખમાં ભેગી
ૠતુ ઋતુના વાયરે 
કરી પરિક્ર્મા સખીરી,
ઘાટીલા પારેવાં ભેગી
જાશું ઉડી રે સખીરી !!
----રેખા શુક્લ

બુધવાર, 1 નવેમ્બર, 2017

સ્કૂલ


વિદ્યા કસમ કબર્ડ પર ચિપકા ટાઈમ ટેબલ યાદ આયા લૌટ આયે મેરે સ્કૂલ કે દિન
દિવ્યા, જયોતિ, રૂપા જયતિ સુન્હેરી પેઇન્ટીંગ પનિહારી કી મહેકીં યાદો સ્કૂલ કે દિન 
----રેખા શુક્લ