શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017

પંખી તો દેખાય


ક્ષેમકુશળ પંખી તો દેખાય છે ને અહીં
મૂકું દોટ તોય  માતૄભૂમિ મળશે નહીં

ડુસ્કાં પર કાગળ પેન રાખ્યા ને અહીં
શબ્દો ય રડે ટપકી, અક્ષર જડે નહીં

ક્ષિતિજ નો આભાસ આપણાં જ મહીં
ધરતી કોઈ 'દી આકાશને મળે નહીં 

જિંદગી ચોપાટે પ્યાદા તું ને હું અહીં
પ્રિયે જીતીશું આપણે સ્વજન છે નહીં 
----રેખા શુક્લ....


ગઢની કાંગરીએ ટહુકી રે ગઝલ
ખોલ બારી આભે ચહેકી રે ગઝલ 
---રેખા શુક્લ