રવિવાર, 7 ફેબ્રુઆરી, 2016

પરિચય.......

શબ્દોના જ પરિચય નો સંબંધ છે
લાગણીઓ હ્રદયની હંમેશ અંધ છે
ક્યારેક ખીલે છે ફુલ પાનખર માં
પ્રસંગોને ન હોય બંધ કોઇ સંબંધમાં
ઉર્મીઓના સરવાળાને જાકારાની બાદબાકી
ખુશીઓના ગુણાકારો ને દુઃખની ભાગાકારી
મળશું-મળશું જલ્દી મળશું
આશની જલતી એક ચિનગારી
પ્રતીક્ષાની પળોને ઝાંઝવાના નીર
ઉમટતા તરંગો ને હૈયાની કિનારી
માન્યું સુખ નું ઝાડ ને બાંધી પાળ રૂપેરી
આશાના બિલિપત્રો ને હકીકત ના મહેશજી
શ્વાસ ના શ્લોકોના રૂપકડાં ધર્યા ફુલો
સંબંધોની પુજામાં પ્રસંગોની યાદગારી
-રેખા શુક્લ


Rare
Ones
Supporting 
Entire life

વીંડી સીટી ના નગ્ન વૄક્ષો પર ખાલી માળા અકબંધ છે 
ને ચકલી ને ક્યાંથી ખબર કેમ પાંદડાઓ ખરી પડેલ છે 
----રેખા શુક્લ