મંગળવાર, 9 મે, 2017

કાઠિયાવાડી



તળપદી જો ન સમજાય તો માફ કરજો જાયા, બાકી મીઠ્ઠ્ડી તો છે કાઠિયાવાડી ભાષા
માથે ગાગર ને ચકા-ચકી ની વાર્તા, ભાભા ઢોર ચારતાં છોકરાંઓની કાલી ઈ ભાષા

પાટી-પેન માં ધૂંટી-ઘૂંટી અક્ષરો ગોળ-ગોળ મોતી દાણા ઇ મારી વ્હાલી દિલની ભાષા
ભાણીબા ના માન ઘણાં ને ભાણા ભઈ મોંઘેરા, ફળિયું -મેડી-પાણીયારું બોલકી ભાષા

વંડી ટપી ને માર્યા ધૂબાકા ઘાબે થી ઝાઝેરા, અથાણા-અનાજ પકવો કેરી રમતી ભાષા
કિચુડ કિચુડ મોજડીયું ને લટકો ચટકો ગુર્જરી, સુંવાળુ વ્હાલ વેરતી મોજીલી ઇ ભાષા
---રેખા શુક્લ 

કક્કોને બારાખડી




લથડીયા ખાતો કક્કો, ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક, હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે, "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ, યાદ ની જ્યાં નદી વહી છે!!

ભૂલમાં મળી'તી "મા" ...ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી, ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ

"સહિયારું સર્જન"


પરિબળ વધ્યું ઉડ્યું મન કલમ કાગળે વળગણ
ચાલ સખી ને સખા આપણને ભાષાનું ગળપણ
---રેખા શુક્લ 
શ્રધ્ધાના ઓટલે "સહિયારું સર્જન" આવો ઓરા તો ભળીએ
પ્રણય રૂડો અવસર માતૄભૂમીએ ભાષાનો આવો ઝળઝળીએ
---રેખા શુક્લ
ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતે, સવાર છાંટુ કવિતા વાટે
ગુજરાતણ છું છાંટુ પ્રભાતે, રંગ રૂપાળા કવિતા વાટે
---રેખા શુક્લ 

ભાષા


પુનરાવર્તન ભાષા ઓટલે 
ઓઢી ભાષા ઓઢણી ઓટલે

એ જ ચબુતરો ને એજ પંખીડે
ફેસબુક ના વરંડે કવિ પંખીડે

વાત વાતમાં ભળે તળપદી 
શુધ્ધ ગુજ્જુ ઝંપલાવે વદી 

હું ને તું થી આપણે મલકંતા
એમ વેદના દિલમાં સંઘરતા
---રેખા શુક્લ