શુક્રવાર, 31 મે, 2013

શર્મી રે લજામણી.....

સંતાકુકડીના સોંણા શહેરમાં 
અર્ધા વેણ સમજીલે સાનમાં
-રેખા શુક્લ

વનરાઈમાં ઝુલે પારેવડું
ઘુ ઘુ માં સંતાતુ પંખીડું
-રેખા શુક્લ

યાદ આવે ઇશારોને લાજી મરાય
ખાલિપાનું અશ્રુ જોને સજી ભરાય
--રેખા શુક્લ

રઘવાયું ઘડપણ
ભરમાયું બચપણ
ઠાકોરજીનું વ્હાલપ
મ્રુદુલ-મ્રુદુલ બચપણ
શિઘ્ર-તીવ્ર ઘડપણ
-રેખા શુક્લ

ઝાંય પાડે હૈયે વરાળ
શ્યામલ હૈયુ ના કળાય
-રેખા શુક્લ

સ્નેહનું સરોવરીયું પ્રભાત
કરમ કુંડીમાં કરતું ભાત
-રેખા શુકલ

તું જ જીવે મારી રૂહ થૈ રાહમાં
પાંદડી ફરફરે બાગની ચાહમાં
-રેખા શુક્લ

જુવે તીરછી નજરે લળી પડે પોયણી
ટાઢી જલને કજરે શર્મી રે લજામણી
-રેખા શુક્લ