ગુરુવાર, 9 મે, 2013

મોતી ખિલ્યા......



ઉંઘતું સુસ્ત સ્વપ્નું સરકે જરી જરી
રંગીન દુનિયે હસી સુરમાં રોંઉ મરી મરી
ઝબકી ને જાગી ભીની આંખો હ્સે ફરી ફરી
---રેખા શુક્લ***************
સંબંધ તારલા ટિમટિમાતા 
વળતા લળી ને વ્હાલ કરતા
...રેખા શુક્લ********************
શ્વેત લાલ ગુલાબ મોતી ખિલ્યા વ્રુક્ષે 
.......લૈ ને તોરણ ટાંકવા મંદિરિયે
...રેખા શુક્લ*********************
દુર રહી ને સીંચુ ફુલ; 
ખિલ ખિલાટ કાગળીયે....
અક્ષર- અર્થ-સંબંધ કવિતા;
 ચટકી મલકે કાગળીયે
----રેખા શુક્લ**************
સંબંધના ઇતિહાસે આકાર એક વ્હાણમાં


છેલ્લો ઘાવ પ્રભુનો રૂબરૂમાં અંતકાળમાં
લખી લખીને યાદ કરવાનું તો વાતમાં
ઉત્સવ જુવે રાહ તું જ તેહવાર વાતમાં
--રેખા શુક્લ