બુધવાર, 30 ઑગસ્ટ, 2017

પટરાણી


આંખે થી ટપક્યાં ઝરમરીયાં આ મીઠા પાણી
નજરૂં શોધે દૈદેને તારી કોઈ એકાદ તો એંધાણી

ગગરીયાં છલકી જોબન મલકી બોલીયે રંગાણી
પગેરૂં શોધુ જો દૈદે તું કોઈ એકાદી રે એંધાણી

પલપલ ડગમગી નયનન બોલકી વાંચાળી 
જલજલ વિંધશે અર્જુન બાણે થાવું રે પટરાણી

વાંસળીનો ગુન્હો કરે ફરીયાદ કહે છું વિંધાણી
વાતુમાં કાઢો વાંક તો ક્યારેય ના છું સંધાણી

સરયુ- તાપી નદીઓ રડીરડી છાપે થઈ ગવાણી
રોપ્યું વ્હાલે, એકાદ ટપલીયું કૂંપન થઈ ખોવાણી
---રેખા શુક્લ  ૦૮/૨૯/૨૦૧૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો