સોમવાર, 30 એપ્રિલ, 2018

લીલી વાડી અને લીલા લહેર


જીવનમાં અસંતોષ થઇ આવે એવી તો અગણિત વાતો બનતી જ રહે છે.
પરંતુ કોઈ દિ’ જરા શાંત ચિત્તે બેસીને વિચારીએ તો આવું ય થઇ આવે, હોં!
- સૌમ્યા જોશી
બસ...લીલી વાડી અને લીલા લહેર 
આજે જીવનબાગના ફુલ છોડવાઓની માવજત કરતા કરતા કવિતા નામે કલ્પતરૂ

તોય આ જિંદગી સરસ રહી

ટેરવાં ના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!!
હૈયા ને આવે સપનું રૂબરૂ હાસ્તો મળવાનું
છબીમાં મોરલો નાચે જોઈ રીએક્શન ...!!
બુધ્ધુ થઈ  ના ગોત,  હજુ નથી ખોવાઈ
તસુ તસુ હીરલા માણેક છે તપ્યાં પિંખાઈ
તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રીએશન...!! 
માયા ઝૂલે બાઝી સાંકળ...... પોકળ મંજીલ આગળ
તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ
--રેખા શુક્લ 
આ તો શિકાગો છે, વિન્ડી - સિટી ને કાતિલ ઠંડી દર શિયાળે 
મારું બાળપણનું ઘર યાદ આવે. ક્યારેક સપનામાં રૂબરૂ જઈ 
પણ આવું. મસ્ત મજાનો કૂણો તડકો ચળાઈ ને આવતો હોય. કરેણના ફૂલ નું ઝાડ બાજુમાં બેઠું બારમાસીના ફૂલો સાથે ગેલ કરતું લળી 
લળી વાતુ કરતું હોય. આસોપાલવના કૂણા પાંદડા હસતા હસતા 
ટપકાં મૂકતાં હોય. શાલ ઓઢીને બેઠેલી નાનકી આંખો બંધ કરીને 
તડકો માણતી હોય. ને ઝીણહદી કંઈક ગણગણતી હોય...એને ગાવા નો બહુ શોખ...હજુ પણ રોજ ગાય એના ઝીણા મસ્ત અવાજમાં 
તમને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. 
હરીશભાઈ જગતીયાએ  કેહલું કે હા જે પાસે નથી તે વધુ યાદ આવે. 
થાકેલી હશે, ઝુરેલી હશે ને ઝુકેલી હશે..પાંપણો તારી ઝાંઝરના રવે ટહુકેલી હશે..
સઘળુ તો યાદ કરીને રાખ્યુ હતુ રુમાલમા, જોજે મા પાછુ વળી એમા દિકરી મુકેલી હશે...
પરણીને સાસરે આવો ત્યાર પછી નવા ચેપટર ની શરૂઆત થાય એમાં ગમો ને અણગમો વત્તા-બાદબાકી ની જેમ !! ના જાઓ ત્યારે આવે 
યાદ ને ગયા પછી જીવ તો કામ-ઘર-વર ને બાળકોમાં જ હોય...
એટલે ક્યારેક વિચારું કે મન ને શું જોઈએ છે તે નક્કી કરે એટલી જ વાર બાકી શોધો ભગવાન તો ભગવાન મળે. મન ને વસવસો કરવાની 
આદત હોય છે. જંપે નહીં ને જંપવા દે નહીં.
દીકરો આવે તો દીકરી જોઈએ...કબાટમાં સમાય નહીં તોય કંઇ પહેરવા નથી શોપિંગ કરે જ છૂટકો. ઓલ યુ કેન ઇટ..તો પૈસા કર્યા વસૂલ પણ પછી ડાયટ સોડા લઈ માની લે કે રોજ રોજ કંઈ બહાર થોડા જમીએ 
છીએ !! બધા એમ જ કરે કોઈક જ માને કે  પેટ થોડુ પારકું છે ?? અરે નાનપણથી તો ટેવ પડાવવામાં આવી હોય કે થાળીમાં પીરસેલ બધું 
ખાધા પછીજ ઉઠવાનું. એજ રીવાજ એજ મજા એજ સમજણ એજ ચીલાચાલુ વાતો. એમાં આવ્યું ગુગલ ને ફેસબુક .. કંઈક ગમતું કંઇક નવું કંઈક છોભિલું ને કંઇક અનેરું જાણવા મળે... મન હવે દોડે ચારે દિશા માં ને વિચારે તરસ તો ઘણી રેહવાની જ છે... બધું બધા ને ગમતું તો પણ ઘણું છે... આ જિંદગી ઘણી સરસ છે. ભલે બધાની તરસ અલગ છે પણ 
જિંદગી બધા જીવે છે...મ્હાલે છે, માણે છે. સારા નરસાં પ્રસંગે પહોંચાય ન પહોંચાય તેવું પણ બને ને મન ખેદ અનુભવે. પણ ફેસટાઇમ કરો એટલે મળ્યા જેટલો જ આનંદ અનુભવો. કોઈ ના સપના પાર પડે મહેનત ને લગન ને ઇશ્વર મૂકે માથે હાથ સર્વ ના માથે. સર્વ શ્રેષ્ઠ યુગ માં ઘણા ટેલેન્ટ્સ જોઈ ને દિલ ઝૂમી ઉઠે. કવિ સંબેલન ગામે ગામે થાય...નવોદિત માન સન્માન પામે ને કંઈક ગુમાવ્યાં છંતા કંઈક પામ્યાનો સંતોષ અનુભવે. જિંદગી ભલે રહી તરસી થોડી સરકતી રહે છે યાદો થોડી થોડી પણ સૌને ગમે છે જીવવી આ જિંદગી.
---રેખા શુક્લ
जब से तुम्हारे नाम की मिसरी होंठो से लगाई हैं मीठा सा गम हैं और मीठी सी तन्हाई हैं  !!