બુધવાર, 7 નવેમ્બર, 2012

ગુજ્જુ શર્મ .....


પુરબહારે ગમતું ટમટમિયું ખોંળું છું
પરગજુ પ્રક્રુતિ જન સંપંર્ક ખોળું છું
કંડારેલી અણમોલ ક્ષણ ખોળું છું
English Bazar માં ગુજ્જુ શર્મ ખોળું છું
-Rekha Shukla

ડુસકા અંધરોધબ....


ડુસકા ભરી રણકે દરવાજાની ઘંટી
ટિક ટિક ગર્જે દિવાલે પડી ઘડિ
પડોશી નો ચેહરો પ્રિય અહીંતહીં
ઘાસ કાપી બારીએ જોઈ અટકે
ટ્યુબલાઈટનું અંધારું ફ્યુઝ નહીં
ચમકે મિણબત્તીયું જઈ મહીં
માળો આખો અંધરોધબ....
********************************

તરંગોના વાયરા........


તરંગોના વાયરા યે ટપાલી ભીંજે
સાગર સમાવી નાવ ઉઠી સાંજે
ગેલમાં આવી ફુંક વીંઝણે આજે
પ્રેમમાં શરમિંદગી ભુલાઈ ને સજે
*********************
--Rekha Shukla

અમરત સરનામું......


અમરત કટોરી અધરે આવી
પંખીની પાંખુ રડી શેષ ફણીધર
પાસે રહેલ સપનાનો ક્યાં થાક લાગે
ઢોળાઈ ગઈ વાત કાન લગી આવી
ધુમ્મસના દરિયા ડુબ્યા લઈ શમણાં
ભૂરા-તૂરા સુખડના હસે તેહવાર  
શ્વાસમાં અટક્યા મુંગી આશિષે
ઝુરે હોડી ખડક મોહને તણાઈ
પ્રણય ભર્યું હ્રદય ટહુકે વાણી
ધડકનમાં કુંણી કુંપણ ફુટે
પિંજ્વતા વાર શી???
ચશ્માં પેહરી ગજરે ઝરમરે 
સીમાડે કણસતું દર્દનું દવાખાનું
ઢગલાબંધ માછલીનું સરનામું
-------રેખા શુક્લ