શનિવાર, 30 મે, 2015

बाकी मे....



बाकी हैं पन्ने हिसाबी जिंदगी के हिस्से मे
सांसो को ख्वाहिशों से जोड के हिस्से मे !
बोल पडे जज्बात कुछ युं ही सवालो में !
चल पडी हुं बेह बेह के युं हि जवाबो मे !
----रेखा शुक्ला 

જસ્ટ એક મિનિટ


એક એક પલ ગિનુ જીસ ઘડી કે લીયે
જીસકી ઉમ્મીદ મે હર કોઈ "મા" જીયે
               **
જસ્ટ એક મિનિટ પારણિયે
ખોવાયો પારણિયે ક્યાં ક્યાં ગૂંથાણો
ભણી ને શું પરવાર્યો મારો એ રૂપાળો
પડ્યો છે ઉંધે કાંડ પ્રેમ માં મારો ઉતાવળો
જસ્ટ એક મિનિટ લાગશે ચડશે હવે ઘોડી પર સુંવાળો
આ દિવસ-ઘડી માં ખોવાણી, વરસો માં જીવ મુંઝાણો
ખુશ રહે બેટા, સર કરો ઉન્નતિ ને પ્રગતિ ના ચઢાણો 
દૂર દૂર નજરે ના ચઢે કંટક કે નેગેટીવ પ્રતિબિંબ સંભાળો
જસ્ટ એક મિનિટ પલકે, મુજ રવિ બાબુ હૈયે છે સમાણો
---રેખા શુક્લ (MOM)

     **************************************

"મા"
કોખ થી છુટો પડ્યો હું રડેલો "મા" તુ રડેલી.....
ગોદમાં હું રમેલો ખુબ હસેલો તું હસેલી !!
બેસતા હું શીખેલો બોલ્યો "માં" તુ રડેલી....
પા-પા પગલી પાડી ગળે બાઝી પડેલી !!
ગોળ ગોળ હું ભગાવતો, હું બહુ સતાવતો !
દુધનો પ્યાલો લઈને ગોતે હું સંતાઈ જાતો !
સ્કુલે મુકવા હસ્તા મુખે સજળ નૈને જોતો !
છુટતા ગળે થી હું રડેલો વળી વળી જોતો !
મિત્રોમાં મશ્ગુલ રમતગમત ખુબ રમતો !
સ્કુલ પતી તે સમર ખુબ ફર્યો'તો હસતો !
પપ્પાની કાર્બન-કોપી કહે હું મલકાતો !!
ગર્વથી ભીની આંખો ચશ્માં લુછતીતે જોતો !
યુનિ-માંથી આવી રડ્યો ક્રુશ હથેળી ચુમતો !
મીઠું મોં કરાવ્યું જોબ મળી તું રડેલી........
લગ્ન વખતે હરખાતી ઘડી-ઘડી આંખો લુછતી !
પાગલ મનવા દિલના સંભલે કૈં ચુમી લેતી !!
પેહલા ખોળે પુત્ર વધામણી સફેદી માથે વધતી !
ના'ની તારી ના'ના તારા કહી સંગે રમતી !
ઠુમક-ઠુમક મુજ બાળ રમાડે હું જો'તો હસતી !
દુઘનો પ્યાલો લઈને ગોતે ઘીમે ફરતી !!
ગોળ ગોળ ફરી મુજ્ને જ જાણે શોધતી..!!
રડતાં રડતાં યાદ કરું આજ તું દુર નજરથી !!
"પાપા ના'ની" છબીને ચુમી બાળ નજર હસતી
ક્યાંથી લાવું "મા" ફરીથી આંખો મારી રડતી...!!
---રેખા શુક્લ