બુધવાર, 13 ઑગસ્ટ, 2014

હસતો મળ ને કા'ન


મ્હોરા પાછળ કણસતું, આગળ આવી ને રેહવાનું
દર્દ દિલના ઉઝરડા, આંખે થી તો છે સરવાનું !!

કરોડરજ્જુ મગજ હોય તોય, દિમાગ આવી ખાવાનું
રક્તના ટીંપા રડે તો , કયા ટેરવે એને લૂંછવાનું

દોરેલ વાર્તા ફરી ભૂંસીને,મુઠ્ઠીમાં સમય ભરવાનું
સૂકી રેતીમાં તરે માછલી આમાં સાંબેલું શે વાગવાનું

શાણો ક્યાંય ના માણસ રેહશે, એજ યાદે સેહવાનું
બહુ ચૂંથાય જીવતાં જીવતાં, રહ્યું એમાં શું મરવાનું

વેડફાય ભલે ઘણું ધન, તોય દાન ભલાઇનું કરવાનું
આગળ પાછળ ટળવળે ઉંહકારા, એમા શું ગુંજવાનું

કો'ક દિ'તો હસતો મળ ને કા'ન,કરમધ્યે જ મળવાનું
રાખ એક દિ' મુજ ક્ષણોની પોટલીયે તુજનું ગૂંથાવાનું
-----રેખા શુક્લ