રવિવાર, 10 મે, 2015

મમ્મી એટલે મમ્મી

વરસાદી બપોરે ગરમાગરમ રોટલી એટલે મમ્મી
સમીસાંજે રાયપુર ના ભજીયાની મજા એટલે મમ્મી
ભર ઉનાળે પરિક્ષા ટાણે લિંબુ સરબત એટલે મમ્મી
નવા કપડા ઘરે દરજી દિવાળી રંગોળી એટલે મમ્મી
કાર્બન કોપી રૂપે રંગે વળગે યાદ અશ્રુ એટલે મમ્મી
નિર્જળા અપવાસ ગરબી ટપકા રંગોળી એટલે મમ્મી
રાજાપૂરી અથાણાં બનાવે હસતા રમતા એટલે મમ્મી
ઘોડો ખૂંધતા ભાવવિભોર જીવંત લાગણી એટલે મમ્મી
----રેખા શુક્લ


માં

દૂર માં ના હાથમાં હસતું બાળ જોઈને 
યાદ ક્યારેક વળગી સ્મૄતિપટે જઈને
યાદ તો હંમેશા બા ની જ રેહશે જઈને
પંપાળતા હાથના સ્પર્શ ની ભાંતિ થઈને
કર્મ ની કઠણાઈમાં સંતાયુ હાસ્ય જઈને
જન્નત મળે છે માં ના ચરણમાં જઈને
---------રેખા શુક્લ

અક્ષરો

મોતીના દાણા એટલે બા (સાસુ) ના અક્ષરો
મરોડદાર અલંકારિક મુજ મમ્મી ના અક્ષરો
એક લડાવે લાડ આંખ થી ઝરે પ્રેમે અક્ષરો
ભોળું પારેવડું વ્હાલ કરે મમ્મી પત્રો અક્ષરો
--રેખા શુક્લ