સોમવાર, 26 સપ્ટેમ્બર, 2016

ધારે ધારે !!

એક જલને દાઝ્યું તણખલું
ચૂંટી ઉગી
વિચારમોતીઓ થઈ માંજર 
ફૂટી ઉગી 
શબ્દે શબ્દે તુલસી ક્યારી 
લૂટી ઉગી
ડબડબ ધારે ધારે !!
----રેખા શુક્લ
ટર્નિંગ પોઈન્ટ પર ઉડે તિમિતપંથી જઈ ઉંચે ઉંચે !
ટોકિંગ પોઈન્ટ પર ઉંચી ઉડાને પંછી ઉંડ્યું જૈ ઉંચે !
---રેખા શુક્લ
હર્યા ભર્યા ઘાસનાં ગાલીચે વાદળ વિનાના ખુલ્લા આકાશ નીચે
સાથે સાથે તું હોય સંગાથે,  ભલે છૂટે જીવનના શ્વાસ ઉંચે-નીચે 
---રેખા શુક્લ
નસોં ને ગમતાં નથી નીડલ ના ઝૂમખાં
આમતેમ વળગે રહી અંગે અંગ ચૂભતાં
સ્વાર્થ અને સગપણના જોયા રંગી ફૂમતાં
છું પ્રવાસી ચલ ઉગમણા સૂરજ સંગ રમતાં 
----રેખા શુક્લ

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2016

अल्फाझोंकी


मत लगाओ न बोली अपने अल्फाझोंकी
मैने लिखना शुरु किया तो निलाम हो जाओंगे

आप को हमारी है कसम अपने अल्फाझोंकी
युं ना इश्क का इझहार किया करके रुलाओंगे

वैसे तो सब्र का इन्तहां लिया नुमाईश अल्फाझोंकी
गिरेगा पर्दा सांसो का फिर आके ना सताओंगे 
----रेखा शुकल 

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2016

રમાડે મુજને મારી આર્યા...!!


ઝભલાં-ટોપી 'આર્યા'ના રમાણું
આવી જુઓ મારું નગદ નાણું 

મારું હૈયું હરખાઈ ને ફુલાણું 
બાંધુ ઘોડિયા ફુલોનું પારણું

હૈયા ના હાર ને હાલરડું ગાણું
પરસન થાજો મારું ફૂલ વસાણું
----રેખા શુક્લ

Navratri Garba



1 "હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે"


હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
  2  "અંબા અભય પદ દાયિની રે"

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, 

અંબા અભય પદ દાયની રે ,
હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય
સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય
સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય
એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય
કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય
મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય
વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય
પાણી ભરાણા વહાણ માં રે, કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય
આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય
હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય
મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય
અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય
સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય
વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય
ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય
એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય
ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય
ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય
પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય
બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય
અંબા અભય પદ દાયિની રે

3 "આસમાની રંગની ચૂંદડી રે"


આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રેહીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે  મજાની ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે,    મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે,     ચૂંદડી  રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રેફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રેચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
4 "ચપટી ભરી ચોખા"

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે

માને મંદિરીયે સુથારી આવે,

સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રેહાલો….

માને મંદિરીયે કસુંબી આવે,

કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો

માને મંદિરીયે સોનીડો આવે,

સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રેહાલો….

માને મંદિરીયે માળીડો આવે,

માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….

માને મંદિરીયે ઘાંચીડો આવે,

ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….


5 "ઘોર અંધારી રે  રાતલડી"

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર

રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર


કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર

કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર


ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર

બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર


રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર

હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર


6 "એક વણઝારી ઝૂલણાં"

એક વણઝારી ઝૂલણાં ઝૂલતીતી,

મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતીતી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,

માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,

માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો

માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,

માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,

માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,

માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,

માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,

માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી

માએ નવમે પગથીયે પગ મૂક્યો,

માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી