મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

કાન્હા તને ખબર છે !

મિલન કાજે ધર્યો દેહ, કાન્હા તને ખબર છે !
હુલામણું દંઉ નામ, કરું વ્હાલ, કાન્હા તને ખબર છે !

બાવરી હરણી, બસ ઝંખે છે મૄગજળ, તને ખબર છે !
દડ-દડ ધડ-ધડ, લોહી નો રંગ તું, કાન્હા તને ખબર છે!

રોજ પિરસાઈ જાય અક્ષર, ધરું પુષ્પ, તને ખબર છે!
મિઠ્ઠુમિંયા ને મોરલો, આવે પાસે, કાન્હા તને ખબર છે !

શ્યામ સુંદર રંગ ભરે, હું નવોઢા શર્મે, તને ખબર છે!
લચકે મટકી, આવને છટકી, કાન્હા ચલને તને તો ખબર છે!
---રેખા શુક્લ

શિવ

મિલન કાજે ધર્યો દેહ, શિવ તને ખબર છે !
હુલામણું દંઉ નામ, કરું વ્હાલ, શિવ તને ખબર છે !
બાવરી હરણી, બસ ઝંખે છે મૄગજળ, તને ખબર છે !
દડ-દડ ધડ-ધડ, લોહી નો રંગ તું, શિવ તને ખબર છે!
રોજ પિરસાઈ જાય અક્ષર, ધરું પુષ્પ, તને ખબર છે!
રૂદ્રાક્ષ લઈ આવ  પાસે, શિવ તને ખબર છે !
શ્યામ સુંદર રંગ ભરે, હું નવોઢા શર્મે, તને ખબર છે!
પાવન મટકી, ભળ ને છટકી, શિવ  તને તો ખબર છે!
---રેખા શુક્લ