રવિવાર, 29 માર્ચ, 2020

વાત એટલે

ગુગમ  ગુજરાતી ગરિમા મંચ વાચિકમ- આજનો વિષય વાત એટલે

હજી તો સાથ રહેનારા, મને સમજી નથી શકતા
નથી જે સાથ મારા- મારો ઝંઝાવાત શું જાણે ?
--- મરીઝ

 વાત એટલે કોઈ અંગત વ્યક્તિની, વિતેલા વર્ષોની, ધુંધવાતા કોઈ પ્રશ્નોની.. પણ એવી તો શું વાતો કરી આખી રાતનું જાગરણ મા બહેનોએ કર્યુ. કેટલાય દિવસોની વાતો લખાતી પહેલા એક ઇન્લેન્ડ લેટરમાં યાદ હશેજ. એય, મારા માટે પણ થોડી જગ્યા રાખજે...એનું વર્ણન પણ નિરીક્ષણની પરખ. તમને લાગે તમારી સામે જ બેસીને કરે છે વાત. એક વાત કહું ? બે લીટીની વચ્ચે કાગળમાં કંડારાયેલી હોય તેની મનોવ્યથા. દુનિયાદારીમાં પરગામ પિયરીયું પણ વાતુ કરે મજાની ને ઉષ્મા મળે તમને પાસમાં આવ્યાની. સીમાપારથી આવેલ પંખી બોલતું...ખોલું પીંજર પત્રનું ને વાતુ કરે અક્ષરો. આજે હવે રટુ શ્લોકો ગીતાના ફોનમાં ... વાતો કરતા જોતા જોતા તાજો સ્પર્શ ને બ્લેક એન્ડ વાઇટની રૂડી નટી ...વાહ થેંક્સ કહીએ વાતુ કરી..એનોય
એક થાક છે, સમજી અગર શકો, જ્યારે કપાય છે અંતર કહ્યા વિના પણ આ વાત પણ મરીઝની.. આમ ક્રમશઃ મુલાકાતો અને થાય વાતો વાતોની... અસ્તુ.
---રેખા શુક્લ (શિકાગો)

હું રેખા શુક્લ જગત કલ્યાણ ના ભાવ સાથે પ્રાર્થના કરું છું પૄથ્વી તમને પાયે લાગે ને જગત જોડે બે હાથ, દુનિયા ઉપર તમે દયા કરો ને બંકબિલ્શ્વર નાથ. વિશ્વ ઝંખે શાંતિ ત્યારે હે પરમ 
માતપિતા તુજ શરણે એટલું માંગુ કે સ્થિતિને શક્તિ સેવા કાર્યે આગળ વધે. બીજાના ગુન્હેં ઝખ્મોં અહીં હસ્યા કરે છે ત્યારે એક પદ ચિન્હ સમ કેડી દેખાડશો. મારી પરમ સાથે પ્રીત શ્યામ , તું 
એકવાર આવી તો જા.. વિશ્વાસ તુજનો મુજમાં ફરીથી વાવી તો જા. અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની ગાંઉ સ્તુતિ તવ પાય નમીને મૄણાલી. સંસારના સકળ રોગ સમૂળ કાપો. ચલે હનુમાન યહાં આયે કે શ્રી રામજીકી ધૂન મચાયે
ધૂન મચાયે ઐસી ધૂન મચાયે કે સુન કર આયે રધુ રાય શ્રી રામજીકી ધૂન મચાયે
અસ્તુ.
હે ચંદ્રમૌલિ ! હે ચંદ્રશેખર
હે શંભુ ત્રિલોચન ! હે સંકટ વિમોચન ! 
હે ત્રિપુરારિ અર્ચન !
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર !
હે પશુપતિ હરિહર...
તે શેલરાજે કીધું છે દ્રઢાસન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વસર્જન..
કંઠે ધરી છેં તેં સર્પોની માળા.
તવતાંડવે બાજે ડમરૂ નિરાળા
પ્રભુ ! વિશ્વ કાજે તે શિર ગંગા ધારી,
પર્વત દુહિતાની પૂજા સ્વીકારી
જગમંગલાર્થે તે અસુરો સંહાર્યા
પીને હળાહળ તે પથ કંઇ  પ્રસાર્યા
હે ચંદ્રમૌલી

ગુગમ ગુજરાતી ગરિમા મંચ પરથી રજુઆત કરું હું રેખા શુક્લ શિકાગો આજે  કરીશું વાત ' વાંચન ' વિષે..

શહેર પડ્યા સૂના ને ઘરમાં થઈ ગઈ વસ્તી . મંદિર પડ્યા સૂના ને ઘરની દિવાલો થઈ ગઈ હસતી, વાત એક કિટાણું ની તાકી નજરો વાંચે શોધન એન્ટીડોટ પુસ્તકી.  વિશાળ વાંચનમાં ખોવાવું આપણે 
જડે જડીબુટ્ટિ. વ્હાલનો વિષય હું સાચવું પુસ્તક પ્રેમનું 'સરસ્વતીચંદ્રે ' ફૂલ હજુ છે સાચવ્યું.દીપક ઉર્જા આત્મવાંચને આત્મવિશ્વાસ અડગ, સમજણમાંથી "એકતા" જ એક સમજૂતી. મા શીખવે નજર મેળવી, શિષ્ય બનો તો વાંચન જરૂરી.. સૂરજ ચાંદ આભ વૄક્ષ શીખવે વાંચનથી. તડકો કેમ પીળો ને પાણી કે વાદળી... વાંચો પંખીને માળા ટહુકા મુજમાં તુજમાં જ બ્રહ્માંડ અનેરી. પણ તીખા સવાલો ના જવાબ શીખવે વાંચને અક્ષરો દદડી. બાએ મંગાવી થોકડાબંધ ગુજરાતી ચોપડી, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ગુણવંતભાઈ શાહ, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી,કવિ દાદ, ની વાત અનેરી. કીધું બાએ કે સમય છે ઓછો અને ક્યારે આવે તેડુ પ્રભુનું તે પહેલા પૂરી કરવી છે બધી. વાંચન ની ટેવ ધરમાં દીકરીએ પણ એક બેઠકે 'હેરી પોટર' કરી પૂરી. સાડા ત્રણની વયે ઇન્ડીયા ટ્રીબ્યુનમાં ફોટો આવ્યો બકુડી સ્પીડ રીર નો. બર્થ-ડે હોય કે બેબી-શાવર દેજો ભેટ પુસ્તકની. વાંચન કરશો તો જોઇને શીખશે નવી પેઢી અનેરી. 
--અસ્તુ.