શુક્રવાર, 21 જૂન, 2013

પાણી પાણી

પાણી પરબે લીધો ઉપાડો...
થઈ ગયો મરદ પાણી પાણી
ભીતર ની વાતે ફુટે સરવાણી
વહી પવન કરે જળની લ્હાણી
નાનકી અમથી વાત થૈ કહાણી
---રેખા શુક્લ

હું ભોળી ભટ્ટાક પાદર ની છો'ડી

ન ભુલાણા શબ્દો ન ભુલાણો સ્પર્શ
અધર ચુપ રહયા આંસુ બધુ કહી ગયા
-રેખા શુક્લ

હું પનિહારી ગાગર રણમાં ઢોળી 
હું ભોળી ભટ્ટાક પાદર ની છો'ડી
ઇશ્વર મારો છે મન નો વનમાળી
ઘેરી નીંદરે આવતો ક્રિશ્ન ઢંઢોળી
સપનાના સરોવર ને નાંખે ડહોળી
ઝંખુ  છું મુજ પતંગિયા ની ટોળી !
લે ઉઠું તું  મુજને ઉઠાડે જો ટટોળી
વાટલડીએ આંખ્યું રાતી ચણોઠડી
લટક મટક પેહરી પોલકે ઓઢણી
----રેખા શુક્લ

પળપળના તાલ માં મસ્તાન આગિયો; 
ધુપસળી દિવડામાં મહેકતી ઘડીઓ !!
--રેખા શુક્લ

ફિસલતા રહે ફિલિંગ્ઝ

કંતાઈ કાયા પાણી સીંચે; સંતાઈ માયા કાંટા નીચે;
થંભે પગલાં પાણી નીચે; ખંભે મલકતા બેડાં સીંચે;
..રેખા શુક્લ

પુરાને પત્તે ગીરને કે બાદ હી નયે પત્તે આતે હૈ ના
યાદ મૈં ફિર તેરા આના-જાના ફિર યું મુસ્કુરા દેના
..રેખા શુક્લ

એક તરફ બરસતા આસ્માન 
બિચમે બેબસ શીશા....
દુસરી તરફ જમીં કી તડપન
..રેખા શુક્લ

દર્દ કા ઇન્તહા તોડતા લૈલા મજનુ કા રિશ્તા 
..રેખા શુક્લ
વક્ત ફિસલતા રહે ફિલિંગ્ઝ ના સમજતા કહે
..રેખા શુક્લ

માહ્યલો મારો મધુર મધુર ; 
ઉઠે ઝંખના અંદર બાથ ભર
..રેખા શુક્લ

કેવું છે વિસ્મરણ તને ભુલવા થાતું તારું રટણ
..રેખા શુક્લ

બારણે પ્રભાત લાગે પાય

પ્રભાત લાગે પાય સાંજ કરે વ્હાલ...
પ્રતિદિન ની મંઝિલ કર્યા કરે ન્યાલ..
--રેખા શુક્લ

ફુટતા રહયા પરપોટા ઉઠી જાય ડાયરા..
પૄથ્વી પોઢી ને સુતી વિંઝાતા વાયરા..
---રેખા શુક્લ

માંજવા કેમ કરી ને આંખો ના અંધારા...
ઝાંઝવા જેમ એક જ્વાળામુખી ની ધારા..
...રેખા શુક્લ

ખોબલા હૈયામાં સાગર તણાં તોફાન
એકલા અટૂલા રાહ ના રસ્તા વિરાન
..રેખા શુક્લ

સંગવસંત બાલમંદિર ના થાય રણકાર
લાડકલા ભાવિના વાગ્યા કરે ભણકાર...!
..રેખા શુક્લ

અવની અંબર આંગણે 
આતમ આશ બારણે
જીવન શ્વાસ તાંતણે
..રેખા શુક્લ