બુધવાર, 30 ડિસેમ્બર, 2015

ગતિભાસ !!

બાળવાડીમાં હરતા ફરતા
કરું છું તોય ગતિભાસ !!
જીવન-મૄત્યુ બે સ્ટેશનની વચ્ચે
ગુલમહોરનું એકાંત ટેકરે 
પેલા પરપોટાના કિલ્લા પાસે
કોઈ દિ જો પાણીમાં લ્યો ગાંઠ પડી
ભિંગડા ઉખડ્યા ને અક્ષરો ઉકળ્યા
એક પરપોટે સપના ખોડ્યા 
સેંથી સજળ પૂરી ને આતમ ચડ્યું હિંડોળે
આરસના જળે ભાવ સૄષ્ટિમાં 
અઢી અક્ષરના આભૂષણો સંગે
કરવાનો રે ગતિભાસ !!!
----રેખા શુક્લ