શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

તું જ શબ્દ માસુમ...ઇબાદતકી મહેરબાનીયાં.....!!

તું જ શબ્દ માસુમને 
અર્થ તું અજાણ્યો સ્પર્શ...
ફરી ચાકડે ગોળ ફરો 
આવી ટેરવે આખર મળો....
હથેળીમાં સમાઈ રશ્મિ ભાનુએ ભળો...
સંબંધમાં ન ગૂંચવશો લાગણી છું---

નગરી નગરી ભટકી આવ્યો 
સંબંધ તારી મજાર પર...
પગલી આહટ જાણ 
તારી મજાર પર...
જજબાંયે દિલ ઢુંઢતા 
હા તારી મજાર પર..!

કોરા કોરા પગલાં પાણીમાં--
તોય નિઃસાસા ભીના ખુણામાં...

દબાસા ફુલ હું પન્ને કિતાબે....
જાલીમ જલાતી બારિશે શબ્દકી ખતાંયે...
ફિર પુકારો આપકી નજર હું મૈં ....
જાન બનકે સહેલાઓ મંજર હું મૈં...
ચોરાતી રોપાય લીલું ધાસે બારિશ...
ઘાયલ બંસીના સુર વગાડે બારિશ...
ફુંકી ફુંકી યાદ દઝાડે બારિશ...
લગોલગ છેડી કાન જગાડે બારિશ...
ઇમ્તહાને ઇબાદતકી મહેરબાનીયાં બારિશ...
મન કોરૂં કોરૂં ને પ્યાસ ભીની બારિશ....
અંગાર મહીં બૈરાગી ઠંડી ચાંદની બારિશ..

વિદ્યા-અર્થી ધરા નો મેહુલો બને તું
લાજે લશ્કારો લચી પોયણી હું મા તું
..રેખા શુક્લ

તારું ખેંચાણ તારું જાદુ

મહેંકી જાય હવા તુજ આવવાથી
ધોડાપૂર થૈ લાગણી તુજ આવવાથી
*******************************************
ખરી ખરી જીવું જીવન મુજ નો તારો તું
પરિચિતો ની વચ્ચે હીરલો પ્રીતમ તું !
*******************************************
મેહુલે મોકલ્યો મોરલો દ્વારે ને ઘરમાં ભીંતો ટહુકે...
*******************************************
આંસુ આંસુ શબ્દો ...જાય તણાઈ કવિતા
મૄગજળ સંબંધો...ઝૂરી વણાઈ કવિતા !!
*******************************************
ન તારી સાથે રહેવાય ન તું રહે મારા વગર...તારું ખેંચાણ તારું જાદુ થઈ જીવું સીધું સાદુ ......
*******************************************
કેટલો ઘસારો દઈશ તું ચંદન છું....લસોટાઈ ને થઈશ ના ખત્મ 
સુગંધ છું...
...રેખા શુક્લ

પ્યાર હો ગઈ...!!

અજાણી દિશા છે શરમાણી 
તરસ દિલ છે થૈ છીંપાણી
તનમાં મનમાં કેમ વિંટાણી
શમણાંની પાંખો કેમ સંભાણી
...રેખા શુક્લ
તું વાર કરે રે મુજ પે તું યાર કહે હૈ મુજકો કી યાર મૈં તો પ્યાર હો ગઈ...!!
...રેખા શુક્લ
સંતાકૂકડી ના અડપલા 
ગગનચૂંબી વૄક્ષ માં ભાનૂના
...રેખા શુક્લ
ચાંચમાં ચાંચ અટવાઈ ગઈ
પાંખમાં અક્ષર અટવાઈ જઈ
...રેખા શુક્લ

વિચારો જુવે .....!!

વિચારોની ધાણી ફુટે ફટાફટ ધડાક થઈ
ઘડિયાળી ચાલે લાગણી દંગ ફટાકી થઈ
     ખોળામાં પરોવાયેલું મન 
     માંગે નિર્દોષતાનું શાસન
     ખોળો ધરતીલું વાતસલ્ય 
     ખભે આરામી આભ છુવે !
ખોળો મંદિરનો ગર્ભગૄહ સુખનું લઈ લો સરનામું
ખોળો ઇશ્વરનું શાંતિનિકેતન હા ટેગોર થઈ જુવે 
   ---રેખા શુક્લ

માણી ને સતાવી જાય....

અવાજો ઉદાસ થઈ ક્યાંક ચાલતા જાય
ઠાઠમાઠ થઈ ઠુમકઠુમક તુ આવી જાય
ઘડિયાળ ચાલે ને કાંટા થંભી જ જાય
લટક મટક ને ધડક ધડક જ રહી જાય
સિતાર વગાડ પ્રસન્નતા પિસરાઈ જાય
રણમાં થઈ બદલી દરિયો અતૄપ્ત જાય
ઘાસ ની તૄષા પ્યાસી પાની છુતી જાય
બદત્તમીઝ દિલ માણી ને સતાવી જાય 
ખોળામાંને ખોબા માં પીગળી પલળી જાય
ખરીને તારલો બેસે ને વાદળ છલકી જાય
સંવરી ચાંદની પાછી સંતાઈ મલકી જાય 
---રેખા શુક્લ

છમાછમ નાચે ઠેસ લઈ છંદનું નામ

રંગ સરનામે પીંછે થતો આલાપ ચિત્રી
ઉકળી ને ઉગ્યા કરે વેલ ફરતી ફરતી

કંઠે પ્રાર્થના પગલી પાડે રમતી રમતી
નજરૂં બોલે સ્તુતિ કંઠત્સ માં તુંજ હસ્તી

ગોળ ગોળ ફરતું કક્કાનું ગામ ચલતી
ને છમાછમ નાચે ઠેસ લઈ છંદનું નામ 
....રેખા શુક્લ

છોગાળી પાઘ

છોગાળી પાઘ બાંધી પંપાળે આંખોથી આંખો
રાજી થતા અધરો તડપે શોર કરવા મૌને
હૈયું કરે થનગનાટ નજરું સાંધે પેલી છોરીને
પૌધા બની ગઈ ફિલીંગ્સ થઈ ને મોરી ગોરી
---રેખા શુક્લ