બુધવાર, 1 મે, 2013

રોપાયું ગુજરાત ...


ભડકો થઈ ને બાળ્યા કરે, સુરજ ચંદ્ર ને તાપ્યાં કરે;
સ્મરણ ની કુંપણો ઉગ્યા કરે, રાત યાદ ચણ્યાં કરે;
ડોકિયાં કરે અટારીએ, કવિતા તારલા  ગણ્યાં કરે;
અખબાર બિંબ આજનું, આયના કાંચ વણ્યાં કરે;
સરિતા કવિતા સીંચ્યા કરે, શબ્દો ને વાવ્યાં કરે;
----રેખા શુક્લ ૦૫/૦૧/૧૩
તેરે રંગમેં નહાકે ખુલે કેશ તેરે મુખડેં પે જુલ્ફકી છાંવા
ચંચલ શેહજાદી મલાઈ મસ્કા સી બતિયાં જા કરાંવા
ઇશ્ક કી બાજી જીત લગન જો લગ જાયે નિંદ જાવાં
----રેખા શુક્લ ૦૫/૦૧/૧૩
રોપાયું ગુજરાત પગમાં, 
શમણાં-ફુલ લઈ હાથમાં;
જય ગુજરાત ગુંજન તનમાં, 
ગરવી ગુજરાતણના મનમાં;
--રેખા શુક્લ ૦૫/૦૧/૧૩
રોપેલ શમણાં ને ઘાંવ મળે હથેળીએ
ઝીલી ચોમાસું ને રૂંવે મત્સ્ય તળીએ
--રેખા શુક્લ ૦૫/૦૧/૧૩