ગુરુવાર, 7 ફેબ્રુઆરી, 2019

સ્ટોરીમિરર લેખક/કવિ સાથે વાર્તાલાપ

પ્રિય સ્ટોરીમિરર:
૧.મારું પૂરું નામ રેખા મહેશકુમાર શુક્લ છે. ઉપનામ નથી ધરાવતી. ભારતીય નારી હોવાનો ગર્વ છે અને શિકાગો યુ.એસ.એ માં સ્થાયી થયાનો આનંદ છે.વતનઃ નાગપૂર જન્મસ્થાન- સૌરાસ્ટ્ર મોસાળ ને સાસરું -અમદાવાદમાં ભણતર પત્યું ના પત્યું ને લગ્નગ્રંથિથી જોડાયા. 
૨.અમદાવાદ ભણતર પતાવ્યું સેકન્ડરી ટીચર્સ ટ્રેઇનીંગ કોલેજમાંથી બી.એડ કર્યું 
ગુજરાતી સાહિત્યની મૌલિકતા શૈલી ને રસિક વાર્તાઓ ને કવિતાઓમાં પહેલેથી ખૂબ મજા આવતી...હાઇસ્કૂલ પહેલા લખવાનું ચાલું થયું જ્યારે માધ્યમિક શાળામાં કવિ સંમેલન રચાયેલું. શ્રી. ઉમાશંકર જોષી, ભૂપતભાઈ વડોદરીયા, ને કાવ્યપાનના ગુંજનનો સંકલ્પ શું થયો લખવાનો મોકો મળ્યો.
૩.સાહિત્યનું જોડાણ- મમ્મી તરફથી વારસાગત મળેલું.   સ-રસ શિક્ષકના બહોળા ગ્નાન નો લ્હાવો મળતો તેથી ગુજરાતીમાં ડીસ્ટીંશન આવતા.૨૦૦૨ જૂનમાં હાર્ટએટેક આવ્યા પછી વચ્ચે વચ્ચે ચબરખિયોમાં લખેલું જોડતી ગઈ...૨૦૦૩ માં શ્રી. કિશોરભાઈ રાવળ (ગુજરાતના જાણીતા ચિત્રકાર શ્રી. રવિશંકર રાવળના ભત્રીજા) તરફથી ગુજરાતીમાં ટાઈપ કરી કેસૂડા. કોમ પર પ્રથમ રચના મૂકાઈ. ૨૦૦૪ માં "ગગને પૂનેમનો ચાંદ" કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો.
૪. જ્યારે ફોન્ટ કઈ રીતે, રસ્વઈ દિર્ધઈ કઈ રીતે રેગ્યુલર કી.પેડ પરથી ટાઈપ કરતા શીખી ગઈ ત્યારે થોડી મહેનત લાગી . પણ જેમ જેમ પ્રેક્ટિસ વધી તેમ તેમ
આનંદ ને ઉત્સાહ વધતો ગયો. મન હોય તો માળવે જવાય સાબિતિ રૂપે બ્લોગ શરૂ કર્યો ' ગગને પૂનમનો ચાંદ' પણ બીજો ' મારો સોનાનો ઘડૂલો રે"...
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં 
૫.આજના માઇક્રો યુગમાં ફેસબુક જેવા માધ્યમ દ્વારા નવા અછંદાસમાં લખનારાને પણ એક્સ્પોઝર્સ મળતો ગયો ને પ્રોત્સાહન વધતું ગયું. 
આજના સાહિત્ય માટે વાસ્તવિકતા માં લખેલી શ્રેણી બધ્ધ વાર્તાઓ ને કવિતાઓ લાભ મળે છે. ભાષાને બિરદાવવામાં ઇન્ટરનેટ ને ફેસબૂક જેવા માધ્યમ ઉપલબ્ધ છે. ને તેના દ્વારા રોજી પણ કમાઈ શકે છે. 
૬.નવા સાહિત્યકારો ને પણ ' કવિ સંબેલન ' ના અવસરોનો લાભ મળે છે.એવોર્ડ -ફૂલ-પ્રમાણપત્રો દ્વારા પ્રોત્સાહિત કરાય છે. ખૂબ આનંદની વાત છે.
૭.આમ ૨૦૧૧ માં અસ્તિત્વની પ્રતિતી નો પ્રારંભઃઃ "ગગને પૂનમનો ચાંદ"- કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિકતાની ધરતી પર રૂમઝૂમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે..... બ્લોગ બન્યા બે. અને પુસ્તક છપાયા ૪ ૨૦૦૪ માં " ગગને પૂનમ નો ચાંદ" પછી ૨૦૧૩ માં એક સાથે ત્રણ ઓનલાઇન " દિપમાલા" " ઝરૂખે" અને "સંગમસેતુ" આવ્યા. ગુગલપ્લ્સ પર- કેસુડા.કોમ પર-જન ફરિયાદ.કોમ પર, ગુજરાત દર્પણ પર રાષ્ટ્રદર્પણ પર- ઝાઝી.કોમ પર - સ્ટોરીમિરર પર- પ્રતિલીપી.કોમ પરને માતૄભૂમિ.કોમ પર પ્રકાશિત થતી રહી રચનાઓ.ફ્લોરીડા થી ડો.દિનેશભાઈ શાહે ખૂબ પ્રોત્સાહન આપી અમને બધાને ભેગા કરી કવિસંમેલન રચ્યું બે વાર જવાનો મોકો મળ્યો. ફ્લોરીડા યુનિવર્સિટી તરફથી ગુજરાતી કવિયત્રી તરીકે 
પુરસ્કાર મળ્યો સહર્ષ સ્વીકાર પણ કર્યો.  શ્રી. વિજયભાઈ શાહ- વિજયભાઇએ બધા એન આર આઇ કવિઓની રચના પ્રકાશન નું કામ બિરદાવ્યું ને અમને ગિનીસ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું. લાયકાત કરતા માગ્યા વગર પ્રભુએ ધણી ખુશી આપી. સહકાર મળ્યો સહિયારા સર્જનમાં લખવાનો મોકો મળતો રહે છે...નિવૄત્તિની મનગમતી પ્રવૄત્તિ..!! રચનાઓ સંવેદનશીલ ને ટૂંકી તેમજ ચોટદાર જો ગમે તો જરૂર વાંચશો. ક્યારેક આંખોના ખૂણા ભીના કરતી ભાવુક મારી રચનાઓ પણ ગમશે. 
૮.પ્રથમ રચના હિંદીમાં 'બિકતા હૈ જહાં' અને ગુજરાતીમાં ' કારણકે હું નારી છું' પ્રકાશિત થઈ છે.
૯.પુરસ્કાર - નિજાનંદ. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી મઢેલું પ્રમાણપત્ર કવિ સંબેલન માં મળ્યું 
૧૦.નવોદિત લેખકો ને એજ નમ્રવિનંતી કે લખતા રહીએ મળતા રહીએ વાંચતા રહીએ ને ખુશ રહીએ...સાહિત્યને બળ મળતું રહે.. -
૧૧. સ્ટોરી મિરર પર સરળતાથી લખાય છે કે જેનો મને મોકો મળ્યો તેનો ખૂબજ આનંદ છે. વાચકમિત્રો ને નમ્ર વિનંતી કે સ્ટોરીમિરર ઉપલબ્ધ છે તેનો લાભ લેતા રહો. લખતા રહો ને વાંચતા રહો...ભળતા રહો ને જીવતા રહો.
૧૨.સ્ટોરીમિરર ના દરેક સભ્યો ની આભારી છું કેમ કે સ્ટોરીમિરર માં રોજ નવી નવી મૌલિક રચનાઓ મૂકાતી રહે પ્રેરણા આપતી રહે છે માટે સ્ટોરીમિરર સાથે જોડાયેલાં રહો ને સાહિત્ય ને માણો.આપ સૌની આભારી.
--રેખા શુક્લ
IMG_5043.JPG