સોમવાર, 4 ઑગસ્ટ, 2014

"ખૂબસૂરત"


નમણી-નાર "ખૂબસૂરત" નો મસ્ત નશીલો...
પાછળ જોઈ દોડતો, સૌંદર્યતાનો ઢળે રેલો
ઉભરો વક્ષે, ઉડાણ નાભિ "ખંજન" દોડે રેલો
સમજણ નશીલી, નૂર આંખો, સપના પાંખ રેલો
કુંજ કુંજ FB પર, ટહુક્યો "ખૂબસૂરત" સૂર રેલો
ભોળી લટો ને કામીની કમર, અક્ષત હસ્તો રેલો
નૈન નાચે, પ્રણયભીના બીડેલ અધરો છે રેલો
રૂક્યો "ખૂબ" થઈ એક "સૂરત" ચહેરા નો રેલો
છમાછમ ઘૂંઘટો, શર્મી ઘાઘરો, રમે રંગીલો રેલો
ઇશ્કી બાતે હસ્તુ વ્હાલ અનકહી મીઠી વાત રેલો
રૂકી સાંસે, ઝૂકી આંખે, "ઓયમા" જલન રેલો
ઉમટે શબ્દ "મૌન" થઈ ને ધકધક તરસ્યો રેલો
અંગ ઓગળે, પ્રેમ સ્પર્શી ને દાઝે મહેરબાન રેલો
ઝરમર છાંયડીયું, મુખ-પ્રેમી, દર્પણ રસિક રેલો
ઉભડક ઉભડક લાગણીએ, ભીંજે ચુંદડીયું નશીલો
પાંખો પગની, ઉડી ચુંદડી, કંપન પગલી છે રેલો
----રેખા શુક્લ- ૦૮/૦૪/૧૪-(શિકાગો)