બુધવાર, 28 ઑગસ્ટ, 2013

કોણે મોકલ્યું ઝાંકળ...

થીજી ગયેલ આંસુ વહ્યા કર્યા ખળખળ
અનરાધાર આશિષે વહી ગયું બચપણ
જિંદગી હું ને તું માંગ્યા વિનાનું ઘડપણ
અશ્રુબિંદુ ટપકટપક ચાલ્યું જો સગપણ
---રેખા શુક્લ

ધાર્યુ ઉપરવાલો કરાવે તોય સજા શરીરે કરાવે
ઉપર બેઠો નીચે આવે કરે મજા રોજરોજ સતાવે
---રેખા શુક્લ

ચાલતું રેતું....

આંસુ 
ઝળહળિયા ને પછી ડબડબ
વરસ્યા
ઝબુક્યા ને પછી ધડધડ 
ચીરા
પડ્યા હૈયે પછી ભડભડ 
અરથ
સમજાય પછી ગડબડ
---રેખા શુક્લ

વ્હાલો કા'નો

હાલતા ચાલતા કરતો રહે અટકચાળો
એક તારા ને ચાંદ લાગે બહુ રે વ્હાલો
રોજબરોજ ખીજવી ખુશ રહેતો માળો
છોડી દે મુજની કેડી તું ના મારો કા'નો
----રેખા શુક્લ