રવિવાર, 21 ઑક્ટોબર, 2012

જાન ગઈ જાન લઈ સુના માંડવડે...!!


જાન ગઈ જાન લઈ સુના માંડવડે....
બારી ની બબલી હાથ હલાવી ચાલી સાસરિયે....
ફૂટે અંકુર ઉર્મિનો...કુણા કુણા પર્ણ લાગણીના...
વ્હાલપના પુષ્પોની ભેંટ દંઉ મ્હાલવા....
સ્પંદનો ની વાંછટ તુજ ને દંઉ આશિષમાં...
સગપણના છોડને બેટા ફાલવા તુ દેજે...
લાડખજાનો દઇ અમે તાકતા શું રહ્યા...
દેશ ની મારી તું પરદેશે વ્હાલથી રેહજે...
બાંધ્યા નવા સંબંધો તેમાં ભીંજવા તુ દેજે
--રેખા શુક્લ ૧૦/૨૧/૧૨