શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

ઝાલર ટાણે

ઉજ્જડ સીમ માં યમુના ભીંજાતી ભાળીશું
આવશે જો પુર તો વૃક્ષ વૃક્ષ થઈ ગાશું
કોરૂં હૈયું કોરી નજરું નાંખી થોડાંક જાશું
વટે માર્ગુ છીએ બારી બારણાં હા તાકશું
મૌનનો લગાવ તોય આંગણે આવકારશું
મર્મ નો ડંખ જાણી ભર્યું એકાંત ખોલશું
પુષ્પ પુષ્પ પરાગ ઝાંકળ થઈ ભીંજવશું
પર્ણ હથેળી વ્હાલ હળવેક થી હીંચશુ
ઝાલર ટાણે ગાયુ ઉભરાઈ વાવડ પૂંછશુ
ઘેરાતી સાંજના સોગંધ મોરપીંછે જડશું
---રેખા શુક્લ

વ્હાલા સપના બોલે

ખળ ખળ વહી ઝરણું શાંતિગ્રામ બોલે
ટહુકાઓ નું સિગ્નલ પડે તે જોઈ ખોલે

કૂંપણબાઈ હઉકલી કરી દરવાજો ખોલે
ઇશ્ક દરબારે મીઠ્ઠો હાંકારો ઝટપટ બોલે

મેધધનુષના પાટે સીટી મારી ગાડી બોલે
ભઈ ભીંજેલુ ગામ પર્વત પડખે જઈ ખોલે

ચલ ને વાવીએ કૂંણા વ્હાલા સપના બોલે
મીઠામધ અધરો સંગ અધરો વ્હાલ ખોલે 
----રેખા શુક્લ

મનમોજીલું પિંછુ

એક ઉડ્યું મનમોજીલું પિંછુ
ભીતર ની ભીનાશી લઈ પિંછુ

ભુલ કરી બેઠું શાયદ તોય પિંછુ
દિલે દુનિયા દોસ્તી કરી બેઠું પિંછુ

સહિયારા ભ્રમણ, વણાંક કરી બેઠું
ઝનઝનાટી કરી બેઠું એક પિંછુ

રંગબેરંગી પિંછી થી રંગાયું પિંછુ
ઉડ્યું એહીંતહીં મનમોજીલું પિંછુ 
---રેખા શુક્લ

માધવ

નભના નવલખ તારલિયા રમે રાસ
ગરબે રમે આજ રાધા સંગ કાન રાસ
**********************
ફોરમ થઈ પાલવ અડક્યો
શેરીએ માધવ આવી મલ્ક્યો

ફુલડાં વિણતાં વિ્છુડો ડંખ્યો
ઝબકીને જાગી પાંખડીએ વસ્યો

ઘુંઘટની આડે પાણીંડે છલક્યો
ભીંજાઈ લટ ને ચુનરે લટક્યો

બંસરીની વ્હાલુડી ધુને હસ્યો
ભાવુક ઘુંઘરીને છેડી મલક્યો

વરણાગી ચકરાવે ઘડુલો ચડ્યો
રાધા નો કાન હૈયે આવી વસ્યો
--રેખા શુક્લ