ગુરુવાર, 5 જૂન, 2014

નિતારું


સુર્ય ને ઘેર્યુ અંધારું
મઝધારનું તો બારું
એક જગત... મારું 
એક જગત... તારું
શ્વાસ અંગત અંગત
ટીપું થઈ ને... મળે
તો આભ કેમ નિતારું
---રેખા શુક્લ

અંદરથી


કોઈ પૂછે અંદરથી
શું ખૂંટે છે અંદરથી
અસ્તિત્વ વ્યથા અંદરથી

શું શું તૂટે અંદરથી
પોલું વાંસ અંદરથી
ખૂંચે ફાંસ અંદરથી
---રેખા શુક્લ

बंदे



बंदे मेरी बंदगी, कबुल करले
मांगु दुआए तेरी, माफ करले
कयामत से पेहले, याद केहले
बुंदो से बनी हुं, साथ बेहले !!
---रेखा शुक्ला

कनैया


ठुमक ठुमक चले मोरा कनैया
माखनचोर तुं रूक मोरा कनैया

सांवली सूरत छूप मोरा कनैया
काहे फोडे गगरिया मोरा कनैया

फिरभी लगे प्यारा मोरा कनैया
भई बावरी मैं तोरी राधा कनैया 

----रेखा शुक्ला

જિંદગી


તડપાવે જિંદગી તોય માંગે જિંદગી
બધુજ તુજ થી, વ્હાલ માંગે જિંદગી

અરજ-હ્રદયે વ્યગ્ર સાંસે મૌત માંગે જિંદગી
પરપોટા દુઃખાડે પ્રેમ ભરમ શું માંગે જિંદગી
ફુલ-ફોરમ-પાંખડી ને દડદડ અશ્રુ જિંદગી 
કૈદ જીવ પંખી તરફડે ઉડઉડ શ્વસુ જિંદગી

----રેખા શુક્લ

ઝંખી


બારી બહારે ચહેક્યું પંખી, અંતર આશે ઝંખી
અંદર વિહારે ટહેક્યું પંખી, મંતર પાશે ઝંખી

શ્વાસે ડૂમો તરસ્યું પંખી, જંતર સાંખે ઝંખી
મળી મ્હાલે બેહ્ક્યું પંખી, મુક્ત પંખી ઝંખી
----રેખા શુક્લ

કાગળે !!



તર્યા કૂંણા છોડ થઈ ને પ્રશ્નો શબ્દમાં કાગળે
ભર્યા સૂણાં મોડ લઈને ઉતર્યા આભલા કાગળે
ડર્યા મૂંગા જોડ દઈને જાગ્યા તારલા કાગળે
હાર્યા હાંફી પતંગિયા, બાળકૄષ્ણ પગલાં કાગળે
નૌકા મારી હાંકવાને, કુંવર કાનજી કાગળે !!
----રેખા શુક્લ

તડપન છે કે જિંદગી ??


તડપન છે કે જિંદગી ??
પાંખ વાળી પનિહારી છે, કે પરીઓની રાણી
ઉંડા કૂવામાં ઉતરી છે, કે ગુલ મહોરે  ભાળી
દૂર દૂર નજરૂ તાણી છે, આતો  કોઈ મહારાણી
ઘમ્મરિયાળી જાણી છે, જઇ દર્પણે શે મૂંઝાણી
ડૂંસકા મૂકે અંધારૂં ને, સૂર્ય-પ્રકાશી લે ઉજાળી
નાચી કામણગારી રે, મોરની ટહુકી  રૂપાળી
રૂપા કેરી સાંકળી ને, નાકે ઝીણકી વાળી !!
રાતાચોળ ગાલે ખંજન, આંખ્યું અંજન ઢાળી
લચક્ લચક કમર ને, ઉડઉડ રાતી ઓઢ્ણી
----રેખા શુક્લ ૦૬/૦૫/૧૪

છનનનનન


મૌન ઉભું ઝળઝળે
ધાર કાઢી ને ઉભો ભૂતકાળ જો સામે
શ્વાસ ને એડકી કેમ લંઉ એક સાથે ?
----રેખા શુક્લ

ઝાંકળ રોયું કાગળે
આંખ્યું રૂંવે દડદડે
મૌન ઉભું ઝળઝળે
ઝરણું આંખે ખળખળે
----રેખા શુક્લ

પગલું શણગારે શ્રીફળ લઈ
બોલે પગલાં છનનનનન
---રેખા શુક્લ