ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017

અવસર દિલનો દિપાવાની ઘડી...


રશ્મિ મળી છૂપી ચિંતનમાં ઘડી શુભ શમા ની છે
સુગંધ ભળી રહી અંતરમાં અંત ઘડી ઉડવાની છે

પરી ને હીરો ની વાત નથી શરૂ વાર્તા થવાની છે
પ્રાણી મટી માનવી થાય તે વાત શરૂ કરવાની છે

ઉગે જો પાંખ ખ્વાબો ને જીવંત સ્વપ્નની વાત છે
શોભા ફૂલોની તૄષા પ્રેમલતા સંગાથીની અહીં છે

માયા ખામોશ શબ્દોની કથા ટૂંકી થવાની અહીં છે
છલકે અશ્રુધાર તો ય સંબંધો સૂર્યમુખીની જ છે
....રેખા શુક્લ**

રાત ને છે વળી ટેવ સૂવાની
ટૂંટિયું વાળી ચંદ્ર ને જોવાની
---રેખા શુક્લ***

પાગલ તારલાં તરે અંબર ચૂનર
પકડીપવને ઝૂલવાની ચાંદની
---રેખા શુક્લ ****

ઇબાદત અલગ છે !!


ઇબાદત અલગ છે !!
રણની રાહમાં સફર તૄષાની અલગ છે
વસવસો અધૂરપનો ગુલિસ્તાં અલગ છે
શરારત લોભાવે મૄગજળી લગન અલગ છે
દિન ઢળે ચંદરવા તળે શહાદતી પ્રણય અલગ છે
હ્રદય તૂટે તો ય રહી સલામત ધડકન ઉફ્ફ ઇબાદત અલગ છે
ચંદન ની ખુશ્બુ હથેળીમાં રહી ફૂલની જાત જ અહીં અલગ છે !!
---રેખા શુક્લ