શનિવાર, 24 ઑગસ્ટ, 2013

તિરાડોમાં...............!!

તિરોડોમાંથી ડોકિયું પ્રિયાનું સ્મરણ છે
તિરાડોમાંથી સાંભળે કેવું વિસ્મરણ છે 
તિરાડો ના -ખોળે પ્રણય પુષ્પ ધરે છે
તિરાડોમાં ઝાંખી કોઈ કોઈ ને સ્મરે છે
તિરાડોમાં જ જીવી પ્રેમ પંખી મરે છે
---રેખા શુક્લ

યાદગાર યાદો ---પેહચાન કૌન કૌન??

જ્ઞાન જ અક્ષય તત્વ !!
સદાય રેહતું સંગ સત્વ !!
***********************************
રે મન મોરપિંછે શું મોહ્યું કે જાણે જનમ જનમ થી જોયું
રાખ્યું જ્યાં સોડમાં તો કૄષ્ણ નું mode થઈ ગયું !!
***********************************
યાદ અમર છે જીન્દગીની સફરમાં
અમે છે સંગ્રહી સફર તસ્વીરમાં !!
કાચી માટીનું વાસણ તસ્વીરમાં
ભાગ્યમાં ના મળ્યું તે તકદીરમાં !!
***********************************
ફેક્ચર ની જેમ પ્લાસ્ટરમાં સાચવ આ સંબંધ છે
સોનેરી કિરણે ઉગે ને આથમે આ સંબંધ છે !!
***********************************
કલમ હાથમાં લીધી ત્યાં એક આંસુ આગળ આવે તો ઝળહળિયે 
ક્યાથી લખું કાગળ ઝાંખપમાં ??
*******************************************
જીવન શેરડી નો સાંઠો તેમાં સુખ દુઃખની ગાંઠો....
સંબંધ-સ્નેહને સમજણ.....એકમેકની અતૂટ સાંકળ.....
જીવું છું હસું છું મળું છું તેથી જીવું છું...બાકી તો બદમાશ ફરિશ્તા મુજ ને ક્યાં મળું છું??
---રેખા શુક્લ

કોઈ કોઈ

કોઈ સળવળે છે અહીં તહીં
કોઈ ચળવળે છે મહીં મહીં

કોઈ ટળવળે છે જરી જરી
કોઈ સળ પડે છે મરી મરી

કોઈ બડબડે છે ફરી ફરી
કોઈ પરવડે છે ખરી ખરી

કોઈ તરફડે છે જડી અહીં
કોઈ ગરબડે છે મહીં અહીં
----રેખા શુક્લ

સળ પડે

ખામોશ કિતાબ બંધ છે
ધુપસળી સંગ અંગ છે
પલળશે કેમ મ્રૄગજળ છે
સમજાશે ના કર્ણ બંધ છે
ઇશ્ક માં શ્વાસ અક બંધ છે
સળ પડે આકારે ઉશ્મા અંધ છે!!
---રેખા શુક્લ

કૄષ્ણસિંધુ

દિશાઓની પેલે પાર જીવનરાહ નું સંપર્કબિંદુ
સ્વનો સાક્ષાત્કાર કર્મના પગલાનું પ્રાર્થનાસિંધુ
ધરતીનો ધરું ને આકાશમાં ચરું તુંજ દિપબિંદુ
કેસુડાનું ફુલ અંતર ભગવું લઈ નામ રામચિંધુ
ઉધડશે દ્વાર અંતરમાં વાસંતી પંખી કૄષ્ણસિંધુ
----રેખા શુક્લ