સોમવાર, 16 સપ્ટેમ્બર, 2013

ભજવું કન્યાનું

વિખરી સંધ્યાએ રંગોનું સજવું
તરંગી ચાંદલિયે સંગીનું ભજવું
---રેખા શુક્લ

કારણ મારણ અભય કેવું વિષ કન્યાનું
સર્પોને લાગ્યું કામણ વિષ કન્યાનું !!
---રેખા શુક્લ

ગુલમહોરી ઘુંમટો

વહેંચાણો ગુલમહોર પુર્ણતાની પ્રતિતીએ
વિંટણાયો ગુલમહોર સ્મૄતિની પ્રીતિ એ

મહેંકાણો ગુલમહોર સ્વીકૄતિની તૄપ્તિએ
ખોવાણો ગુલમહોર અનુભુતિની પુર્તિએ

લપેટાણો સાદ થઈ શ્વેતાંગીની મુર્તિએ
ઓઢાણો ગુલમહોરી ઘુંમટો લો સ્મૄતિએ
---રેખા શુક્લ

સ્વપન થઈ

ખોબે ખોબે ઉલેચાયું વાદળ સ્વપન થઈ
ખોળે ખોળે નજરાળું વાદળ સ્વપ્ન થઈ

ટીંપુ વરસે ચિત્તચોર નાચે સ્વપ્ન થઈ
મેહુલ વરસે મોરલો થનગને સ્વપ્ન થઈ

અફીણી નૈને લલચાવે મોરની સ્વપ્ન થઈ
કોતરાયો હૈયે કામણગારો કાન સ્વપ્ન થઈ
---રેખા શુક્લ 

કૄષ્ણઘેલી....પીંજાય

હળવાશી સુવાસ મોરપિંછની નીલાશ ભીંસાય
તુજ વિણ તનડું સીઝાય મુજ મનડું પીસાય

સહુ સુર રીસાય તુજ મોરલી થઈ પીંજાય
બહારોંકી મલ્લિકા રાતકી રાની જાય ભુંસાય
---રેખા શુક્લ

ઇશ વાંચે છે શબ્દો

ઝરણું નિર્ભય દોડ્યું ત્યારે ઇશ વાંચે છે શબ્દો
હૈયા સંગ હૈયું નાચ પતંગિયાની તાળી છે શબ્દો

સંગ સથવારે ફુલ કળીનો ઇશ માંગે છે શબ્દો
મહેંકે આતમ અંતરમાં કાન્હો જાગે છે શબ્દો 
---રેખા શુક્લ 

બોલે છે...!!

લખું છું નિખાલસ તારો લગાવ બોલે છે
ના તુજ શબ્દોનો અહીં પ્રભાવ બોલે છે

લાગે છે મુજ ને મારો અભાવ બોલે છે
તુ માને સુખદુઃખની આવજાવ બોલે છે

સાચે લાગે મુજને કહે માનવ બોલે છે
અહીં તો ફુલોનો એકાદ ઘાવ બોલે છે

સૌરભનો સ્વભાવ છે સમભાવ બોલે છે
શું આવે છે કળવા મુજનો ઘાવ બોલે છે

તુંજ પાંપણે ડુબેલ ઓલી નાવ બોલે છે
લખી નાખ શબ્દો મહીં મૌન બોલે છે

કણ કણ ખોવાતો આ પગરવ બોલે છે
નથી ખંજને મુજ વ્હાલ અભાવ બોલે છે
---સહીયારું સર્જન (હરીશભાઈ જગતિયા ને રેખા શુક્લ)

ઝુકી મિલે પગરવે

વરસે મન મૂકી ને તરસે તન રૂકી રૂકી--
હથેળીમાં સાજન ને ઉર્મિમાં ડૂબે સાવન ઝુકી ઝુકી
લજ્જાનું ધુમ્મસ વળગે વ્હાલ મુકી મુકી--
થડકતા હૈયે સપનું મળે તરે સજળ આંખે રૂકી !
---રેખા શુક્લ

નજર મિલે ના મિલે મંઝિલ અગર મિલે
મધુશાલા હૈ નૈન પેહચાન અગર મિલે !
--રેખા શુક્લ 

ગુનગુનાતી સાંજે સ્નેહ નીતરે તુજ પગરવે
ઝુમતી નજરોંમાં હસ્તિ ખીલે તુજ પગરવે 
--રેખા શુક્લ

બેહતે ચલે બેહ-કે ચલે કદમ દોકદમ બેહકે ચલે 
--રેખા શુક્લ