ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

મણકા છેદાય

નીરવતાની લડત ને કોલાહલ મચાવે તોય પંક્તિ
દોડતો હાંફતો પડછાયો પછડાતો મળે તોય પંક્તિ

તુજ પ્રથા ને તુજ કથા લેહરાઈ ચુનર તોય પંક્તિ
તુજ વ્યથા ના કેવા મણકા છેદાય હૈયું તોય પંક્તિ
---રેખા શુક્લ

અમીછાંટંણા

કાળજું કોરાયું આલ્લે કોને તે જઈ કેહવાનું?
ના ઉભી રે સંવેદના વાગે તે કોને કેહવાનું?

ઝનનન ઝાંઝર બટકબોલું છાનું કેહવાનું?
બહુબહુ તો પગમાં પડી રણકીને રેહવાનું?

ઢોળાણી ઘૂઘરીઓ ઝગમગી ને રેહવાનું?
બકુ-બકા- ને બકી કરતું વ્હાલ રેહવાનું?

ઓઢવાનું સપનું ને કાવ્યનું કેમ રોવાનું?
થાકેલા ચરણને ઓઢણીનું તો અડવાનું?

ઓઢી ચાદર મરણ કોનું તે કેમ કેહવાનું? 
અમીછાંટંણા છમ્મ દાઝ્યા કોને તે કેહવાનું?
--રેખા શુક્લ

અરિસે મિલન

પાનખરે કૂંપણ ફુટ્યું'તું; એક ફુલ પથ્થરે ઉગ્યું'તું
હોંચી હોંચી કરતું ભાગ્યું'તું; પાછળ શ્વાન પડ્યું'તું

શ્વાસ લેવા જો રોક્યું તો; શ્વાસ જ છોડી ગયું'તું !
કૄષ્ણ કૄષ્ણ ની તૄષા માં શબ્દ સરોવરે તર્યું'તું !!

અજનબી અવનવી દુનિયે જાણીતું કોઈ જોયું'તું
આંખ્યું ના અરિસે મિલન રાધે-શ્યામ હ્સ્યું'તું !
----રેખા શુક્લ