બુધવાર, 19 જૂન, 2013

રતન ટપક્યાં

શાને આવી ઝંપલાવે શમણું; આમ તે કોઈ ના સતાવે
કેટકેટલું ભુસાવી છુપાણું; સતાવી કોઈ ના લખાવે !!
----રેખા શુક્લ

વર્ષા લાવી રાવ કે મન ને ના બનાવ
વરસે એવો બનાવ કે તન ને લાગ્યો ઘાવ
ભાવ નો રહ્યો અભાવ શાને વરસે લગાવ
...રેખા શુક્લ

રેતી ના રતન ટપક્યાં લજામણી ના ડાળે
ખુલતી ગાંઠ પાલવડે પતંગિયુ ના ભાળે
---રેખા શુક્લ

ટપાલપેટી એ અક્ષરમેળો પત્ર ગયો ખોવાઈ
વહેચાઈ ગયો  ઘડિયાળ બજારે સમય ગયો ખોવાઈ
...રેખા શુક્લ

કાવ્યસભા...ની જયમાળા...!!

પીળાપીળા ગરમાળા
ચુંબનની લે વરમાળા
જલતરંગ હરખાણાં
ધોધમારા શરમાણાં
રપટરપટ જપુમાળા
રગરગમાં ઝરમાણા
પકડી કાન અટકાણા
ફુલોમાં ફુલો ખોવાણાં
---રેખા શુક્લ

નટખટ મગરૂર

આઇનેક પેહના ના કરે ...વર્ના બહોત દુર હું
તુમ્હેં યું લગતા રહા... દેખલો ક્યું જરુર હું ?
ઉનકી હી નજરકા સુરુર હુ ઔર ઉન્કા હી ગુરુર હું
હાં મગર પલ્લુ મેં... નટખટ મગરૂર હું !!
....રેખા શુક્લ

સોનેરી કિરણે માળો....

ભીના ખુલ્લા વાળે ચટક ચટક ઇરછાઓ પલળે...
ભોળો મોગરો લચી પડે સોડમ મધુર પલળે.....
....રેખા શુક્લ

ફણગેલા શબ્દો પાળે મયુર પંખીણી  પાળો...
ઉગમણી દિશા નો ઉગે સોનેરી કિરણે માળો..
.....રેખા શુક્લ

એક ચાય કિ ઘુંટ ફિર શુરૂ કશ્મકશ જીવન જાને.....
જુસ્તજુ મે જબ બહાર હો ભુલકે ભી જીના જાને...
.....રેખા શુક્લ

હયાતીના હસ્તાક્ષર બને પ્રસ્તાવના માયા
પાછળ પાછળ કવિતા ના ઝુમખેં પડછાયા
...રેખા શુક્લ


દિલમે રખના ખ્વાબોંકા જહા સજા કર 
રિમઝિમ કે પ્રીત ભરે દિલ કા જહા ભર
...રેખા શુક્લ