શનિવાર, 31 મે, 2014

રેશમની કોરે મારા વ્હાલા

તુમને પુકારા ઔર હમ ચલે આયે...જાન વાપિસ લે આયે...!!કાળજાની અંદર બાંધ્યો મારા વ્હાલા
રૂપેરી કાંગરી રેશમની કોરે મારા વ્હાલા

ટિકમાર્ક કર્યા ભલે મેં ઓપરેશ્ન્સ વ્હાલા
ક્યાંનો લેણીયો? ડોક્ટર માં વ્હાલા

દર્દ ને દુઃખ ભગાડ મારા વ્હાલા
રૂપેરી ચાંદનીમાં ટાંકા પંપાળિયે વ્હાલા
----રેખા શુક્લ

તરફડતીઅરિસો બની અદબથી નમ્યા તમે
નમણે ચેહરે પ્રતિબિંબ બની ઝુક્યા અમે
----રેખા શુક્લ


શરાબી માછલી તરફડતી કિનારો ઢાળીને
ગુલાબી માછલી ફફડતી કિનારો વાળીને
----રેખા શુક્લ


સંવર ગયે, નિખર ગયે ફિર ભી હમ બિખર ગયે..!!
----રેખા શુક્લ

संवर गये , निखर गये फिर भी हम बिखर गये...!!
----रेखा शुक्ला

ઝગમગ અક્ષરજીવનમાં ડગલે ને પગલે નિશાળ આવે
જ્ળ ધકેલી શબ ને પગલે શિયાળ આવે

કાગળ ને કલમ ને પગલે કાવ્ય આવે
ઝગ મગ અક્ષર ઝળહળી ભાગ્ય લાવે
----રેખા શુક્લ


કોરું પુષ્પ ખિલ્યું તુજ આંગણમાં
વિરહણ નો પ્રણય તુજ આંગણમાં
-----રેખા શુક્લ

અંદર બાહર તુ ને તુ


સ્વરનો સન્નાટો છોને રણકે ચારે કોર.....

કરી તો જો કોશિશ ફાવશે તો કહુ હુ
શબ્દ તેને કેમે સમજાવે તો શું કહુ હું

આ ફૂલ જેવા ખિલ્યા ચેહરામાં કૈંક હું
પરપોટો હસે અને રડે જો કૈંક કહું હું

આ ચમક્તી આંખો તારી કહી રહી હું
તે ગીત યાદ કરાવે તો બોલ કહું હું

ઓરો આવે લે છોરો તો કહું ને હું
બતાવ જરાંક તૈયારી તો લે કહું હું

પગલાં ડગલાં ધક ધક વહે કહું હું
અંદર બાહર તુ ને તુ મહેશ કહું હુ
-----રેખા શુક્લ

facebook ના પાણી..પલળી ગયા તસ્વીર જોઈ તસ્વીરે છત્રીમાં કર્યા
દોડ્યા કરી વહ્યા કરી એક નદીમાં જઈ ઠર્યા !!
---રેખા શુક્લબે શબ્દની વચ્ચે ધબક્યું કાળજું
કલમ ની ડાળે ટહુક્યું કાળજું !
---રેખા શુક્લ


મોરપિંછાનો ગાલીચો ને ફલોનો ઝુલો...
કવિતાના ગુલદસ્તા ને ખિ-ખિ કરતા મિત્રો...
લાગણી ની હોડી તરે, facebook ના પાણી..
૩-૫-૩ ના ટપકાં ના કમળે બિરાજે લક્ષ્મીજી...
-રેખા શુક્લ

ક્શું બનતું નથીનીંદર માં છે ભાગંભાગ ચાહતની સપનામાં
છાંટવાની છે... સવાર આપણે હાડમારી માં
નવરાશની બે ક્ષણો ઓગળી જવાબદારીમાં
ને કારણ વિના ક્શું બનતું નથી નવરાશમાં
----રેખા શુક્લ

'પગરવ'


અનેરી ઓળખ લઈ ને આવે 'પગરવ' 
ફૂંટે કૂંપણ કવિતા ના છોડને ફાલે 'પગરવ'
આતુરતા ને દે આકાર અવનવો 'પગરવ'
ચોરી ચોરી ધીમી પગલી પાડતો 'પગરવ'
-----રેખા શુક્લ

દિલ એજ છે


ઝખ્મો ના વાર એના એજ છે
રંગીન જીવ ના આકાર એજ છે
શ્વાસ હો જુદા ભલે દિલ એજ છે
પાણી ના પરપોટા એના એજ છે
----રેખા શુક્લ


ઓવારણા


કૄષ્ણ વિષે વાત થઈ હું વાદળ ધરું છું
ક્ષણો શું ચિતરાણિ હું માછલી તરું છું

બે આંખ ની વચ્ચે થી હૈયે હું ઉતરું છું 
કંસાર પાથરી લઈ ઓવારણા નોતરું છું
----રેખા શુક્લ

સાથી...
ઉગમણી ઉષાનું રસપાન છે સાથી
જીવન સંધ્યાકાળે સાથે રે'તો સાથી
પરથમ સ્વીકારો વ્હાલથી છે સાથી
ફાગણના ફેંટે સોહે મલકાઈ ને સાથી
લાલ કસુંબલ આંખડીએ છે સાથી 
કીચુડ મોજડીએ સુન્દર શોભે સાથી
રંગીલો ભડવીર, છેલછબિલો સાથી
રૂપ પદમણી નાર પર વારતો સાથી
ધક-ધક હૈયું મોજીલો મસ્તાન સાથી
---રેખા શુક્લ

चिडियां रानी


तेजी से बाईक ना चलाये कोई डर जाते है दादाजी
तेजीसे भागी बाईक जैसे कोई हिरन हैं भागा
लिखवा दु जाके रपट दादाजी आया हुं भागा भागा
विसल बजाकर किसी तरहा से चुंहे ने 'बस' रुकवाई
ठीक था तब रुकती भी थी बोले "सोरी" दादाजी
ना भालू ना शेर बंध पडे रेहते थे थाने में बोले दादाजी
कम्प्युटरपे बडे मजें से टाईप कर रही थी चिडियां रानी
डर के मारे बिलमें घुस गई जाके वीर बहादुर चुहिया रानी
---रेखा शुक्ला

નાજુક નમણી નાર નવેલી .....


જોવા જાઓ તો ઝટ ઘુંઘટ આડો કરે નાજુક નમણી નાર નવેલી ..... 
પગલી પ્રેમી ભાળી નાસે નાની મજાની ખિસકોલાની ખિસકોલી.....
---રેખા શુક્લ


અક્ષરો મૌન થયા પેપરો બોલતા રહ્યા, 
ખાલી મકાનમાં લોકો વસતા રહ્યા

--રેખા શુક્લ


ટપક્યો ચાંદ ટપકું થઈ ને ક્યારેક રિસાઈ ક્યારેક ભિંસાઈ 
પણ તે ટપકે આણી રેખા થૈ જિંદગીએ સમાયો છે...!.
.રેખા શુક્લ

સમય ઠેહરતા નહીં

સમય ઠેહરતા નહીં પર ઉસ્કા હી રહે ઇન્તજાર....
ઉસે દેખ દેખ કરતે રહે ઇન્તજાર...
જિંદગી હો જાયે ખત્મ ઔર મૌત આ જાયે તો બોલતે હૈ કે સમય ખત્મ હો ગયા...
પર જખ્મ ભરતા નહીં તબ સમય ખત્મ ક્યોં નહીં હોતા...? .
....રેખા શુક્લએક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.
- કિસ્મત કુરેશી
• દીકરો તેજસ ૨૦૦૧ ની સાલમાં અમેરિકા ભણવા ગયો ને ૨૦૦૩ માં તો એમ એસ કરી લીધું ત્યારે અમે ખુબ ખુશ થયેલા. નાનો તેજસનો ગોળમટોળ ગાલ ને બ્લ્યુ બાબાસુટમાં હસ્તો ચેહરો
મારી નજર સમક્ષ આવી ગયો ને મારી આંખો ભરાઈ આવી. ૨૦૦૪ ની સાલ માં એક ભયંકર કાર એક્સીડન્ટમાં તેજસ ને ૧૦ દિવસે પહોંચી ત્યારે જોયો..તે સખત ઘવાયેલો...મારું હૈયું ને
અશ્રુ જાણે બધું જ થીજી ગયેલ ...બચવાની પણ કોઈ ઉમ્મીદ નહોતી દેખાતી. ડોકટર મને કહે....એક માં ને કહે તૈયાર રહો ક્યારે પણ બેડ ન્યુઝ મળી શકે છે...ગરદનમાં ૪ મણકામાં ૨૨
ફેક્ચર હતા ને તે વેન્ટીલેટર પર હતો...હું તો પુરેપુરી ભાંગી પડેલી..ભગવાનને પ્રાથના કરતા પણ ન્હોતી આવડતી...મ્રુત્યુંજય ના મંત્ર ચાલુ હતા...અખંડ ચાલુ હતા મારા ગયા ના ચોથા
દિવસે સાંજે ૫ વાગે તેજસ નું હ્રદય બંધ પડી ગયું ...બહાર આવી ડોકટરે કહી દીધું" હી ઇઝ નો મોર" હું ફર્શ પર ફંગોળાઈ ગઈ મને સંભાળવા નર્સ દોડી આવી...થોડીવારમાં બીજા ડોકટરે
આવી ગળામાં હોલ કરી હાર્ટ્માં ઓક્સીજન પુર્યો ને....૪ મિનિટે હ્રદય ફરી ધબક્યું..બન્ને પગ ને હાથની આંગળીઓ લકવાથી જકડાઈ ગઈ......મારૂં દિક કઈ ન સમજે કે વિચારે ..બસ હા
પેરેલાઈઝ્ડ ફોર એવર..હંમેશા વ્હિલચેરમાં જ...ભગવાન તારો લાખ લાખ ઉપકાર તે એને બચાવ્યો છે ને મને પાછો આપ્યો છે..હું ગમે તે કરીશ હું તેની માં છું...અમેરિકા નો મોહ તેજસનો
કે અકસ્માત પુકારતો હતો...!! ભગવાને કંઈક અનેરો પ્લાન કરેલો.આજે ૯ વર્ષથી તેની સેવા એક નવજાત શિશુની જેમ કરું છું આશિષ છે વડીલો ના ને ક્રુપા ઉપરવાળાની તેજસ અમારી
સાથે છે. તેને એક અમેરિકન કંપની માં કામ પણ મળ્યું છે. દરરોજ તેનું કી-બોર્ડ માંડમાંડ ફિકસ કરીને બેસાડું છું તો તેની કંપનીનું કામ દરરોજ કરે છે ને બે હાથ વાળા ના કમાય તેથી વધુ
કમાય છે. ટાઈમસર દવા ને દેખભાળમાં મારો મોટા ભાગનો સમય પસાર થાય છે. મારું અસ્તિત્વ મારો પુત્ર તેજસ...તેજસ્વી તેજસ...સાથે અમે કથાને જીવી રહ્યા છીએ...!
(સત્યઘટના પર આધારિત)

દિલની ઉડાન...
તારા ના હિંચકાની દોરી ને પુષ્પોનું પારણું
નાચું છમછમ તુજ સંગ ગાલીચા નું આંગણું 

લાડ લડાવે પંખીઓ ને સસલું રમતું પ્રાંગણું
બે અક્ષર માં ડગલાં ને હસતુ ઘરનું બારણું 

ભીની આંખ ને હોઠે હાસ્ય મન-સરોવર ગાણું
ખીલી ઉઠી વર્ષ-ગાંઠે કલમ જ દરિયો નાણું

કોણ કોનું શેમાં ભળતું? પ્રિત્યું છે ના જાણું
તાણી તાણી ફિલિંગ્સ વાણી તોય કશું ના ભાળું

અમૄત-મેઘ બનીને વરસી પંગંત કાવ્ય માણું
અણબોટી સુંદરતા ના મોતી અર્થમાં વીણું !!
----રેખા શુક્લ ૦૫/૩૧/૨૦૧૪

પિયુ....પિયુ


ગુંગળાતા શબ્દોને ઠોકરે ઘડાઘડ ગબડવાનુ
પરોઢનો વાયરો મુંઝવે ઝરમર ઝરમર સહેવાનું
....---રેખા શુકલ


ફુંક મારી દઝાડે તુ
વિહવળ કરી મગ્ન તુ
---રેખા શુકલ


ધસમસતી હું લાગણી ને તું નાથ તો પિયુ
કોયલ થઈ હું ગાતી ને તું મોરલો પિયુ !
----રેખા શુક્લ