શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

Howdy Modi ji

Respected Modi ji, 
 Bravo - Hats Off - Great Son Of Greater India, Wow you are am Amazing Mighty Person. A milestone for lots of Young generation. You encourage all who wants to get ahead. You have changed the Nation by cleanliness, rain water Issue. And now to be Fit and Healthy. We are with you. God has bless you with faith n confidence yet saburee chankya Niti . "चांद तारो से आगे हैं जाना मोदी जी, साझिश में शामिल सारा जहां हैं "But you are focus to go ahead... you are making history. you are Global Super Star !! - Rekha Shukla 
ચંદ્રના સૌથી મુશ્કેલ દક્ષિણી ધ્રુવ પર ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની 69 સેકન્ડ દૂર હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારે ચંદ્રયાન નક્કી સમય મુજબ 1 મિનિટ 9 સેકન્ડ પછી ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું. રાત્રે લગભગ અઢી વાગ્યે ઈસરોના વડા કે. સિવને કહ્યું કે યાનનો સંપર્ક તૂટી ગયો છે. આગળની જાણકારી આંકડાના વિશ્લેષણ પછી આપી શકાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. જો મિશન સફળ રહ્યું હોત તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો હોત. આ અગાઉ ચીન, અમેરિકા અને રશિયા ચંદ્ર પર ઉતરી ચૂક્યા છે પણ અહીં કોઈ ઊતર્યું નથી. જે ઓર્બિટર લેન્ડરથી અલગ થયું હતું , તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિમીથી 127 કિમીની ઊંચાઈ પર ફરી રહ્યું છે. 2,379 કિલોનું વજન ધરાવતા ઓર્બિટર સાથે 8 પેલોડ છે અને જે 7 વર્ષ સુધી કામ કરશે. એટલે કે લેન્ડર અને રોવરની સ્થિતી અંગે ભાળ નહીં મળે તો પણ મિશન ચાલુ રહેશે. 8 પેલોડના અલગ અલગ કામ હશે
૪.૪ અબજ વર્ષ પહેલાં મંગળની સાઇઝનો અવકાશી ટુકડો પૃથ્વી સાથે ટકરાયો અને જે મટીરીયલ તૂટી ગયું એનાથી ચંદ્રમા બન્યો. આમ ચંદ્ર એક જોડિયા ગ્રહ જેવું કામ આપે છે જેથી પૃથ્વીગ્રહ પર જીવન શકય બન્યું. આપણી સોલાર સિઁસ્ટમ એટલી વિશાળ છે કે આપણે પ્લુટો સુધી જઇએ તો આપણો સૂર્ય ટાચણીની ટોપ જેટલો એક ચમકતા તારા જેવો દેખાય! લાઇટની સ્પીડે ટ્રાવેલ કરીએ તોપણ પ્લુટો સુધી પહોંચતા સાત કલાક થાય! હજી તો આપણે માંડ એક બે ગ્રહ વિશે જાણી શક્યા છીએ. જે દરિયામાં ખસખસ જેવું પણ ન કહેવાય!
મોટાભાગના ચંદ્ર એમનાં માસ્તર પ્લેનેટ કરતા ઘણાં નાના હોય છે. દા.ત. મંગળના ઉપગ્રહો સેટેલાઇટ, ફોબસ અને ડીમૉસ ફક્ત દશ કિમી વ્યાસના છે! જ્યારે આપણો ચંદ્ર પૃથ્વીના 1/4 ભાગ જેટલો વ્યાસ ધરાવે છે. જેના કારણે આખી સોલાર સિઁસ્ટમમાં આપણો જ ગ્રહ એવો છે જેની પાસે ખાસો એવો મોટો ઉપગ્રહ છે. પોતાની સાઈઝની સરખામણીમાં પ્લુટો પાસે છે પણ પ્લુટો પોતે જ નાનો હોવાથી ગણતરીમાં ન લેવાય.
આપણાં ચંદ્રની ઇફેક્ટ વિના આપણા ગ્રહની "ડોલતા ભમરડા" જેવી હાલત હોત અને ભગવાન જાણે તેની અસર કલાઈમેટ અને વેધર ઉપર કેવી પડત! ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વીને યોગ્ય ઝડપે અને એંગલે ભ્રમણ કરાવે છે અને લાંબી સ્ટબિલીટી આપે છે. જેને "જીવન" ઉદ્દભવ માટે શક્યતા આપી. આપણી પકડમાંથી ચંદ્ર 4 cm વર્ષે છટકી રહ્યો છે મતલબ દૂર જઇ રહ્યો છે! 2 અબજ વર્ષ પછી એટલો દૂર જતો રહેશે કે આપણે એટલે કે પૃથ્વી સ્થાયી નહી રહી શકે!
જ્યારથી ચંદ્રયાન-૨ લોન્ચ કર્યું ત્યારથી આખી ટીમના સભ્યો માટે ઇસરો જ ઘર બની ગયું હતુ. આપણાં વૈજ્ઞાનિકોએ જે પ્રમાણે સાહસ ખેડવાની તૈયારી બતાવી. એ જોતા આ મિશન નિષ્ફળ ગયું એમ કહી શકાય નહીં. પણ એવું કહી શકાય કે જે મંજીલે પહોંચવાનું લક્ષ્ય હતુ ત્યાં પહોંચી ન શક્યાં. છતાં ચંદ્રની સપાટીની આટલી નજીક પહોઁચી શક્યા છીએ એ દેશ માટે ગર્વની વાત છે.
અત્યાર સુધી અમેરિકા, રશિયા જેવા વિકસિત દેશોના પણ ૪૧ જેટલા પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે! એમની તુલનાએ આપણે તો હજી પા પા પગલી ભરી રહ્યાં છીએ. છતાં આપણે એક વિકાસશીલ દેશ હોવાં છતાં સ્વદેશી ટેક્નોલોજીથી 'ક્રાયૉજ્નીક એન્જિન' બનાવ્યું. જેના દ્રારા એક સાથે ૧૦૪ ઉપગ્રહ છોડ્યા, મંગળ ઉપર સૌથી ઓછાં ખર્ચમાં પ્રથમ પ્રયત્ને સફળ રહ્યાં. ચંદ્રયાન-૨ ટોટલ સ્વદેશી પ્રોજેક્ટ હતો. એ સિવાય પરમ સુપર કોમ્પ્યુટર, તેજસ લાઈટ એરક્રાફ્ટ ,અગ્નિ ને પૃથ્વી મિસાઈલ, હવામાં જ ફ્યુઅલ ભરી શકવાની ટેક્નોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે અને કરી રહ્યાં છે. એ માટે આપણાં દેશના વૈજ્ઞાનિકોને કોટિ કોટિ વંદન. સાથે આ પ્રોજેક્ટના ડાયરેક્ટર સ્ત્રી હતા જે દેશ માટે એક ગૌરવ લેવાની વાત છે. ઘણાં પ્રોજેક્ટ તો એવા હોય છે કે સ્થળ ઉપર જ ફેઇલ જતા હોય છે! આવા પ્રોજેક્ટ ડેસિમલ જેવી સામાન્ય ગણતરીની ભૂલમાં પણ ફેઇલ જતાં હોય છે! પરંતું આપણે પામર મનુષ્યો હજારો માનવ કલાકો ફાલતુ ચર્ચા અને નિરર્થક કામોમાં વેસ્ટ કરી રહ્યાં છીએ. આપણને અને દેશના લીડરોને એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રોજેક્ટ સફળ રહ્યો કે નિષ્ફળ રહ્યો એ સમાચાર પૂરતી જ જાણકારી અને રસ હોય છે. એની પ્રક્રિયા સમજવા જેટલી પણ આપણી પાસે બુદ્ધિ કે ક્ષમતા હોતી નથી! એ રીતે વૈજ્ઞાનિકોને ભગવાનના ચિરાગ કે દેવદૂત કહી શકાય. અસલી હીરો તો આવા બુદ્ધિજીવીઓ છે જે માનવતાની સુખાકારી માટે રાત-દિવસ સતત નિઃસ્વાર્થ કામ કરતા હોય છે. એમને હું કોટિ કોટિ વંદન કરુ છું.
ક્રિકેટ મેચની વર્ડકપ ફાઇનલ હોય અને છેલ્લાં બોલે છ રનની જરૂર હોય, વિકેટ પણ છેલ્લી હોય છતાં બન્ને ટીમની જીતવાની સંભાવના સરખી જ હોય છે. છેલ્લાં બોલે શું નિર્ણય આવશે એતો સમય જ નક્કી કરતો હોય છે. મિશન નિષ્ફળ જવું એ આપણાં વૈજ્ઞાનિકોની ચૂક નહીં પરંતું એ દર્શાવે છે કે ટેક્નોલોજીમાં હરણફાળ ભરતો માનવી કુદરતને આધીન જ છે. આપણી ગણતરી અને જ્ઞાનને સેકન્ડના સો મા ભાગમાં ફેઇલ કરવાની તાકાત હજી કુદરત પાસે જ છે અને એનો સાક્ષાત પરચો આવા પ્રસંગોએ થતો હોય છે. કુદરત સર્વોપરી છે પરંતું માનવીએ પોતાની બુદ્ધિ અને પ્રયત્નો થકી કુદરતના રહસ્યોને ઘણે અંશે સમજવામાં સફળતા મેળવી છે અને ટેક્નોલોજી થકી એનો ઉપયોગ કરવામાં પણ સફળ રહ્યો છે. કુદરત અને માનવી બે અલગ નથી પરંતું માનવી પણ કુદરતનો જ ભાગ છે. વિજ્ઞાન કુદરતને સમજવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. પૃથ્વીના પેટાળમાં રહેલ ખનીજ ભંડારો, નેચરલ ગેસ, પેટ્રોલિયમ, પાણીના સ્રોતનો ટેક્નોલોજીની શોધ દ્રારા ઉપયોગ સરલ બનાવ્યો છે. એ સિવાય મેડીકલ ટેકનોલોજી, મશીનરી, ગનનયંત્ર, કોમ્પ્યુટર, મોબાઇલ ટેક્નોલોજી, દૂર સંચાર, કોસ્મૉલોજી, ખગોળશાસ્ત્ર, જીવનરક્ષક દવાઓ વિગેરે જેવા હજારો વિષયે વિજ્ઞાન દ્રારા જ્ઞાન મેળવી માનવજીવન સહજ ને સુખમય બન્યુ છે. આવા અનેકો સંશોધનો માટે વૈજ્ઞાનીકો અને એન્જિનિયરોને શ્રેય આપવો જ જોઈએ એ લોકો સમાજના અસલી હીરો છે. પરંતુ આપણને તો શાહરુખ ને સલમાનની જ પાછળ દોડવું ગમે છે, તો પછી તમારા બાળકો વૈજ્ઞાનિક નહિ બની શકે, એમનામાં કમસેકમ વૈજ્ઞાનિક અભિગમ આવે એવું વાતાવરણ ઘરમાં ઉભું કરો. એ સિવાય આપણે આપણી બુદ્ધિથી દુધાળા પશુ, હાથી, ઘોડા, ગધેડા, ખચ્ચર, યાક, ઊંટ જેવા પ્રાણીઓને કંટ્રોલ કરીને ઉપયોગ કરતા થયાં, કૂતરા જેવા પ્રાણીને ટ્રેનિંગ આપી માનવજાતની સેવામાં ઉપયોગ કરતા થયા. પણ આ બુદ્ધિના ફેક્ટરને કારણે મનુષ્યો પોતાની જાતને બીજા જીવો કરતા એકસ્ટ્રાઓડિનરી સમજવા લાગ્યો ત્યાં જ એની અજ્ઞાનતા છતી થાય છે. એને એ ન ભૂલવું જોઈએ કે આ વિલકક્ષણ બુદ્ધિ, બોડી મેકેનીઝમ, એકસ્ટ્રાઓડિનરી બોડી સ્ટ્રક્ચર એ બધું dna દ્રારા કુદરત થકી જ આપણે મેળવેલું છે. આપણાં dna માં તસુભાર પણ ફરક પડી જાય તો આપણે ભયંકર આનુવંશિક રોગના ભોગ બનતા હોઇએ છીએ. એ રોગ કેવા ભયંકર અને કષ્ટદાયક હોય છે એ વિશે ગુગલ સર્ચ કરીને જાણી લેજો ઘણાં વ્હેમ ઉતરી જશે! આપણાં માતા-પિતાના બીજના મિલનમાં સેકન્ડનો પણ ફરક આવ્યો હોત તો આપણે જન્મ્યા જ ન હોત!
ઘણાં વિદ્યાર્થી પરીક્ષામાં ફેઇલ થાય તોપણ હિંમત હારી જતા હોય છે અને આત્મહત્યા પણ કરી લેતા હોય છે. કેટલાંક લોકો જિંદગીની નાની મોટી સમસ્યાથી નાસીપાસ થઈ જતા હોય છે. એ રીતે વિચારીએ તો જે વૈજ્ઞાનિકોને એક પ્રોજેક્ટ કે મિશન ઉપર વર્ષો મહેનત કર્યા પછી જ્યારે નિષ્ફળતા હાથ આવે ત્યારે એમની મનોદશા કેવી હશે એ કલ્પના કરવી કદાચ આપણાં માટે શકય જ નથી. છતાં પણ ફરીથી એજ જોશ, ઉમંગ અને મહેનત સાથે નવા પ્રોજેક્ટમાં જોડાઇ જવા માટે ખૂબ હિંમત અને માનસિક પરિપક્વતા જોઈએ! એ અવસ્થા આ મહાનુભાવોમાં સહજ આવી જાય છે. કારણ કે આ વ્યક્તિઓ બ્રહ્માંડ, સૃષ્ટિની રચના અને કાર્યને કુદરત જે રીતે ચલાવી રહી છે એ રહસ્યોને ખૂબ નજીકથી જોયું, સમજ્યું અને અનુભવ્યું હોય છે. એ વિહંગ રહસ્યો અને કુદરતના નિયમો સમજ્યા પછી વ્યક્તિની વ્યાકુળતા આપોઆપ શાંત થઈ જતી હોય છે. હા, આખરે તો એ લોકો પણ છે તો લાગણીશીલ મનુષ્ય જ એટલે દુઃખ અનુભવે એ સ્વાભાવિક છે, પણ એ ટૂંક સમય માટેની અવસ્થા હોય છે. નિષ્ફળતા એમના કદમ ક્યારેય રોકી કે બાંધી શકે નહી.
જ્યારે વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી ઇસરો સેન્ટરમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે ઇસરોના વડા કે.સિઁવન ભાવુક થઈ ગયા અને એમને ભેટીને રડવા માંડ્યા. દેશ માટે એ અત્યંત ભાવુક ક્ષણ હતી. એક કર્મનિષ્ઠ અને દેશપ્રેમી વ્યક્તિ પોતાની ફરજ સમજતો હોય છે. કાસ, મારા દેશનો દરેક અધિકારી, નેતા અને પ્રજા આટલી સિઁદ્દતથી પોતાની ફરજ પ્રત્યે સજાગ, ઈમાનદાર અને જવાબદારીથી વાકેફ હોય તો આ દેશને "વિશ્વગુરુ" અને "સોને કી ચીડ઼િયા" બનતા દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે!
"ઇટ ઇઝ નોટ ઓવર, ટીલ ઇટ ઇઝ ઓવર"
લહેરો સે ડરકર નૌકા પાર નહી હોતી
કોશિષ કરનેવાલો કી કભી હાર નહીં હોતી,
હમારા સમ્પર્ક તૂટા હૈ , સંકલ્પ નહી,
પૂરે ભારતવર્ષ કોં ઇસરો ઔર
હમારે વૈજ્ઞાનીકોં પર ગર્વ હૈ... જય હિન્દ...
શબ્દ અને વિચાર..
©નિતુનિતા(નિતા પટેલ)
ચાંદ પણ જોને છળ કરે છે.
આકર્ષિત બધાંને પ્રબળ કરે છે.

કૈક તો કારણ હશે સંપર્ક તૂટવાનું.
નજદીકી વધારી વર્તન અકળ કરે છે.

🌹બીના..."રુહ"🌹


Image may contain: sky and waterImage may contain: nightNo photo description available.No photo description available.