સોમવાર, 11 નવેમ્બર, 2013

આંખો ભીનાશમાં

     


સંચર્યા કરે આંખોમાં
     ધારણાઓ પાંખોમાં
કિનારાના ભીના પથ્થરો ભીનાશમાં
કસાયેલી પાંખ વિહરે અવકાશમાં !
     સુખ ની દોડ આંખોમાં
     ચિંતાની ચિતા પાંખોમાં
નિરાશી દરિયાના ટીપા ખારાશમાં
નદી પર્વતી ભાષા છે ગુંજાશમાં !
----રેખા શુક્લ

લગાવ નોખો ઉઠાવમળવા આવે ખુદ થઈ ખુદા ને આવ-જાવ દઈ ગયો
સપાટી એ સ્પર્શ થઈને ખુદ હાવ ભાવ દઈ ગયો !!

થોડો પ્રભાવ ને થોડો લગાવ નોખો ઉઠાવ દઈ ગયો
લેવા ને દાવ થોડો ઉતાર કપરા ચડાવ દઈ ગયો !!
---રેખા શુક્લ

માટી ની દાઝ


શ્વસુ ક્રિયા થકી લીલુછમ પ્રિતમ થકી
દિવ્ય પ્રિયા થકી વહું છું શિવમ થકી 
---રેખા શુક્લ


માટી ની દાઝ પાર વરસ્યો હરખાઈને
ફળિયાને સાંજ પડી લપટ્યો અકળાઈને
---રેખા શુક્લ