મંગળવાર, 26 ઑગસ્ટ, 2014

સ્નેહસદન

સ્નેહસદનની યાદમાં
ભીંસાય પથ્થર પાયામાં
સમંદર છીછરો પાંખમાં
---રેખા શુક્લપાંગત પાડી પેઈન્ટીંગ કરે...
રંગો છાંટી રંગોળી ભરે....
કરછી ભરતમાં તારલા ઝરે
ઓઈલપેઈન્ટીંગે પ્રાણ પૂરે..
----રેખા શુક્લ

કૄષ્ણ ભળે લાગણી માં


પાણિયેરી થી પગરવ પાડે ભીનાશ તળાવમાં
મુગટ મોરલી મુખારવિંદ અકબંધ આંખો માં

બાગ બગીચા ની ખુશ્બુ ફૂંટે રોજ ફૂલદાનીમાં
રાધાનો કા'ન છે કાળો કૄષ્ણ ભળે લાગણી માં
----રેખા શુક્લ

બતકા વ્હાલ

બેઠા બતકા વ્હાલ કરે, સ્ટીફ ફીગરીન્સ આભે ઝૂરે
સંબંધ ના મૂળિયા ખરે, એંધાણ જો ફળિયા કરે !!
સાક્ષીભાવ અંતરમન કરે, કામણગારા ભાવ સ્ફૂરે
----રેખા શુક્લ
રડતો કાંઠો ભૂલી ભાન લૂંછે આંખ ભેટે છે 
ભેટી સમંદર વળતું વ્હાલ પહોંચાડે છે !!

ગલી માં ચાંદની વિખેરાઈ અચાનક છે
વેઠી પ્રસવ પીડા તોય કરે વ્હાલ છે !!

માસુમિયત ભીંજવે ઉંમર નો પડાવ છે
ઇતી થી અંત સુધી ઝંખતો ચડાવ છે !!


----રેખા શુક્લ

સમયની પાળ


સમયની પાળ પર બેઠા યાદો ના પારેવડાં ચણે
લાગણીઓ ને તરસનો સ્વાદ પગલાની છાપ કણે
લીલુ પર્ણ આંખ મિંચે છેતરાઈ મૄગ ભમે રણે રણે
ગળે લળે, આગ બળે, ભળે મળે ,ઢળેલ નૈને લણે
----રેખા શુક્લ

વરસાદી સેંટ


આ ટોળા ની શૂન્યતામાં મંઝિલ ઢૂંઢે ઝરણુ તરસમાં
પ્રેમળ જ્યોતિ એક ચિનગારી રડી વાદળું વરસમાં !!
---રેખા શુક્લ
એક ઉમ્ર વિતે ખરી પથ્થર ને દિલ બનતા
તેથી જ કંડારાય તું આંસુ જેવા અક્ષર બનતા
----રેખા શુક્લ

આખી ધરણી મહેંકે અહી સ્મિત માં વરસાદ ના સેંટથી
તન મન તરબોળ અહીં રક્તમાં વરસાદી સેંટ ના ધેનથી
---રેખા શુક્લ