કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 20 માર્ચ, 2018
પ્રૌઢ પથારી ...!!
જનમતાવેંત 'મા' નો 'ખોળો' જડે એક પથારી
સૌ કોઈ ઝૂલાવે વ્હાલે, 'પારણું' એક પથારી
મ્હાલે બચપણ મોજે, 'બાગ-બગીચો' એક પથારી
બેઠા 'અકૂટે' ભૂખ્યાં પેટે, 'આસન' પૂજા એક પથારી
'પ્રાંગણ' ખાટલી-મેડી 'ધાબે', ગણો તારલાં એક પથારી
મહેબૂબાની સુંવાળી પાનીએ, 'પારિજાત' એક પથારી
સલ્ત્નતની રાણી પોઢે મખમલી 'ઢોલીયે' એક પથારી
ધરતી-ધરણી ભોંય માતૄભૂમિ, આખર 'માટી' એક પથારી
-----રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)