ગુરુવાર, 13 માર્ચ, 2014

નંદવાણું

દિલ નંદવાણું પાલવ મહીં
શબ્દો લૂછતું આંસુ અહીં !!
---રેખા શુક્લ


ઉના રણમાં ટપક્યું આંસુ ગુલાબ થઈ ઉગ્યું
છેડ્યું પળમાં પટકયું ખાસુ મહેંક થઈ ગયું !
---રેખા શુક્લ

રસમપાણી ભર્યા ફુગ્ગા ફૂંટ્યા આભેથી
આંખ્યુ આગ ઝગારા લૂંટ્યા આભેથી
---રેખા શુક્લપાયલ સંગ નાચે ઘુંઘરું ઘુંઘરુ રે....
બજા સંગ ભોલે ડમરું ડમરું રે....
રંગ લે ચુનરિયાં મોરી મોરી રે...
ઐય ઐય ઐય ઐય ઐય ઐય રે...
---રેખા શુક્લ


વિકસે છે ટેરવે ઝાંકળ બનીને
પ્રગટે છે ફૂલ ફોરમ બનીને !

ચમકે છે બરફ ડાયમંડ બનીને
ખનકે છે પાયલ પગલાં બનીને

આ બરફની ચાદર તો હવે ....
વિંટળાઈ છે પ્રેમની રસમ બનીને
---રેખા શુક્લ

Limitless Dreams-wakes me up !!!!!!!સાચુકલી વાત કેહવાય કે માણસ હોવાનો ભ્રમ ખોળે છોને 
જગાડી મૂકે શમણાં ભોર ભઈ નવ દિપ હોવાનો ભ્રમ છોને

ઘટમાળ છે તારીખો બદલાય છે ઘટના થવાનો ભ્રમ છોને
સાસરિયા પ્રિયજન ને પિયરીયા પ્રિયજન નો ભ્રમ રહે છોને

પાગલ પાયલ ને પુસ્તક નક્ષત્રમાં આસ્થા રાખી હોય છોને
અઢળક પ્રેમ ને સહકાર ની રહે ઉભરાતી લાગણી મળે છોને

વળી વળીને રોજ રોજ એક જ આવે સવાલ ઉભો રહે છોને
પ્લાસ્ટિકની ક્રેડિટ ને વેચાતું અરીસે સ્મિત ઉભું પૂછે છોને

ભાન વગરના અમે ભાવ વગરની દુનિયામાં રહીએ છોને
પાન ખરે છે આશિષ દેતા વૃક્ષ ને વંટોળ વહી ચડે છોને

હ્રદય પંખીડુ સંગીત મય તાને નર્તન કરતું ગાયે છોને
પંખીઓની ભાઈબંધી ને ગણગણતી ગુંજન સખી છોને

અર્પણ કરીએ કવિઓને છોને તર્પણ થાતી કવિતા છોને
લપસી લપસી ખડખડાટ હસતા અક્ષરોની ગમ્મત છોને
----રેખા શુક્લ ૦૩/૧૨/૨૦૧૪

કૄષ્ણ થઈ ગયો


દિન પાવન રંગ લે સાજન તું કૄષ્ણ થઈ ગયો
આયા ફાગુન બર્ફીલા આંગન ને મુગ્ધ થઈ ગયો

ખુશીઓનો સંગ, અંગે -અંગ જો તંગ થઈ ગયો 
મસ્તી ઝુમે અંગે-અંગે લઈ સંગ મગ્ન થઈ ગયો

છોડે પિચકારી ભરીને, રાતો રંગ મારો થઈ ગયો
ભાવો નું મૄદુંગ લઈ ઉમંગ કરે તંગ ભાર થઈ ગયો

ઉમ્મીદોં નો રંગ રાતો ચોળ ઉછળે રંગીલો થઈ ગયો
ગમતો ગુલાલ ઉડાડે રાતી છોળ ગાલ લાલ થઈ ગયો
----રેખા શુક્લ

વાતઆવી ઘડી ને સામે મળ્યાની વાત કરવી છે
સાવ સૂના આકાશે ઉગ્યો તારો વાત કરવી છે

સૂના ઢોલિયે કર્યો અણસારો છત ની વાત કરવી છે
પળ ઓગળી થયો ભણકારો ગૂંજે ની વાત કરવી છે
---રેખા શુક્લ

ધીમે ધીમેમુઠ્ઠીમાંથી મીઠ્ઠી પળ વેરાઈ ધીમે ધીમે
ટિકટિક ટિકટિક બોલાઈ ધીમે ધીમે

સીવેલા હોઠે કાંપતી સજાઈ ધીમે ધીમે
આંખો નમાવી હા મા હા ભળાઈ ધીમે ધીમે

પાછું વળી ને જુવે પંખી રોતું ધીમે ધીમે
લાંબા રસ્તે તોયે ઉડાન રોજનું ધીમે ધીમે
----રેખા શુક્લ

મુને રંગી દે...સખી રે ફાગણીઓ લેહરાયો મારે અંગ
મુને રંગી દે ભાતીગળ સાંવરિયાને સંગ

ગુલમહોરિયો મૂવો લૂંટાયો મુજ્ને કરી તંગ
ટસરીયું ઢોળાઈ જ્યારે રંગી ગયો ખંજન

છેલછબીલો મારો મુજમાં ફૂટ્યો અંગ અંગ 
રંગીલો અડક્યો ને ચોલી કરી ગયો તંગ

ઘુંઘરી રણકી ને ચડ્યો ગુલાલ થઈ અંગ
બંધ આંખો અધરુ ઢોળે રંગીલો મધુર રંગ
-----રેખા શુક્લ