રવિવાર, 15 સપ્ટેમ્બર, 2013

ગીત છું

હું પ્રિત રચિત તુજ ગીત છું
કુણી લાગણીનું હા ગીત છું

છમછમ શરણે નાચું ગીત છું
મનમીત જો પોતીકું ગીત છું

રંગીલુ શર્મીલું તુજ ગીત છું
ફુંકાતી વાંસળીનું ગીત છું

ગમતું હુંફાળું બસ ગીત છું
વસી પ્રિતડીમાં થૈ ગીત છું

ઘેલી લજ્જાનું મધુ ગીત છું
ખુલ્લુ બંધ હૈયે વહુ ગીત છું 
--રેખા શુક્લ

પાંખો પતંગિયાની

મસ્તીની છોળો જો લાવે પાંખો પતંગિયાની
ફરફરી રંગભુમિ ની કેડી પાંખો પતંગિયાની

ગણતરીમાં ગોતે સરવાળા પાંખો પતંગિયાની
સુખ દુઃખના ભાગાકાર માં પાંખો પતંગિયાની

દિવસો કોયલ ને રાતે મોરલો પાંખો પતંગિયાની
ટહુકા સુણા દિવસ રાત અંજાણા પાંખો પતંગિયાની
---રેખા શુક્લ

દે તાળી

પ્રિતડી પિયુ રોજની દે તાળી
રેલમછેલમ મોજની દે તાળી
ફાગણ છે ફૂંટી કુમાશ દે તાળી
પ્રાંગણ છે મુલાકાતી દે તાળી
આશા છે પગલી હૈયે દે તાળી
આભનો છે ચાંદો ખોળે દે તાળી
બટક બોલી ધેલી આંખ દે તાળી
--રેખા શુક્લ 

આકાર છે... તે-વર છે

પગદંડી આતુર છે આંબવા આકાશ છે
સપના દોડતા છે સજવા નો આકાર છે  
---રેખા શુક્લ

     નોખા પડવાનો ડર છે
     દિવાલો વચ્ચે ઘર છે
     લજ્જા થડકે ફ્રિ-કર છે
     કલમ ટપકે તે-વર છે
       ---રેખા શુક્લ

ગીતો પોલકું

શરમાઈ ચાંદ કરે અડપલા સવાર છે
મૌસમ ભર્માઈ વાયરે ઉધડી સવાર છે
કિરણોનું વ્હાલ માસુમ ઝરૂખે સવાર છે
સ્પર્શવા તરસતો રૂડો મોરલો સવાર છે
ગુલાબી ઠંડકની શ્વાસે ફુલોની સવાર છે
ગીતો પોલકું ને ઘુઘરી રણકી સવાર છે
---રેખા શુક્લ

અશ્રુ ઝાંકળે

ફુલોનું જે વ્હાલ આંખે કળી ગયા
આંખોના અશ્રુ ઝાંકળે ભળી ગયા
ભાષા પાંદડીની સુણી ફળી ગયા
આંસુની લીપીમાં ઝળહળી ગયા
સરહદોના બંધનો લો ઢળી ગયા
---રેખા શુક્લ