મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

પટપટ.. થોરે


લખ લખ લખોટીયું દડદડ અડીને
મધ મધ રાતડીયું તડતડ પડીને

રખ રખ લાગણીયું પટપટ રડીને
વખ વખ જિંદગીયું ઝટ્પટ ચડીને
--રેખા શુકલ

બીજ ને ફુંટ્યા અંકુર મુળિયા થડ થઈ ગયા
ગુલાબથી દાઝ્યા રણ ના થોરે છાંયે થયા
--રેખા શુક્લ 

પ્રેમ દર્દ

હું જ મારા થી થાકી ભાગતી રહું છું 
ને તું પકડવા મુજને શીદને આવે છે?
દુર થી ડુંગર રળિયામળા દેખાય છે 
ભુલો પડી રોજ શીદને સતાવે છે?
--રેખા શુક્લ ૧૨/૨૫/૧૨

ખોળીયા નો પ્રેમ દર્દ ને પણ થઈ ગયો
નિઃવસ્ત્ર કકડ્તી ઠંડીએ જઇ વળગી ગયો
--રેખા શુક્લ