શનિવાર, 29 ડિસેમ્બર, 2012

સુંવાળું વ્હાલ.....!!!

તમે એ ડાળ છો જેનું ફુલ બની મહેંકીએ અમે
સામે મળોને ફફડે છે હોઠ ના કંઈ કહીયે અમે
દરિયો દેખાય ફુલદાનીએ મોહક મત્સ્ય અમે
ઉઘાડ-બંધ હોઠોને પરપોટે સુંવાળું વ્હાલ અમે
----રેખા શુક્લ 

ધમધોખાર હ્રદય

       રોજ ઉગે અવસર તિથિ તોરણ ચિટકી
           કંકોત્રી લખાઈ કુળદેવી કાજ જોને
      ખુશીના સ્નેપશોટને મઢાવી લઈએ ચાલને 
 કાવ્યદ્રશ્ટી એ શબ્દકોષને બાયફોકલ કર ચાલ ને
      આ હ્રદય પણ કેવું અકબંધ છે પડ્યું જોને
       કંઇક એવું ધમધોખાર દોડતું કર ચાલ ને
          ----રેખા શુક્લ ૧૨/૨૯/૧૨