શનિવાર, 5 નવેમ્બર, 2011

ખરીને તારલા…

ખરીને તારલા નજરમાં ભરાયા
અંધારે નહીં પણ અજવાળે દેખાયા
લાગણીના જાળામાં શ્વાસ રૂંધાયા
નવા વર્ષના અભિનંદન જ્યારે નવાજ્યા
સમજાશે અનુભવે કે તાંતણાય તણાયા
બચીને કેમ બુડવાનું જી-વનના જાળામાં
રેખા શુકલ(શિકાગો)

જોયો સાવ એકલો દરિયો..


અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
જોયો સાવ એકલો દરિયો...

ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ...

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ...
મન ની પાર ને પેલે પાર..! 

માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઉગે..
ને શબ્દ મારો બને પારસમણિ...

પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...
આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...

રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...
તસ્વીરનું તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી... 

રેખા શુક્લ (શિકાગો)

બુધવાર, 2 નવેમ્બર, 2011

કહે હું શું કરું?

પરિપુર્ણતાના આભાસે જીવું અને શુન્યતાનો અનુભવ કરું
   છલકાંઉ હર પલેપલે અને અપુર્ણતાનો અનુભવ કરું
જાગ્રુતિ અને નીંદરની વચ્ચે સ્વપ્નાનો અનુભવ કરું
   મૃત્યુ અને જીન્દગીમાં અનુભવે પુનરાવર્તન કરું
ઘડીક જીવું આશામાં ને ક્યારેક નિરાશાનો અનુભવ કરું
   ઉત્સાહમાં આવી ભજી લંઉ તુજને ને અહંકારનો અનુભવ કરું
સુખ અને દુઃખમાં એહસાસથી જીન્દગીનો અનુભવ કરું
   એકલતામાં વળગે જો યાદો કહે ત્યારે હું શું કરું?
-રેખા શુક્લ(શિકાગો)

અમેરિકન અમદાવાદીને...!!!

તમને આપીને પ્રાણ મારા અમદાવાદી કહેવાયો છું,
ભરી બજારે લિલામ થઈને અમદાવાદી ગણાયો છું.
રહું છું તમારા શહેરમાં ને અમદાવાદી કહેવાયો છું...?
ઝઝુમું ભુકંપમાં છું તો મદદગાર થયો છું.
વાંધો છે ત્યાં બની અમેરિકન અમદાવાદી મનાયો છું,
ક્યા મોંઢે જુદો ગણો છો શબ્દે અમદાવાદી બનાવ્યો છું.
રહી ગઈ યાદ બસ અમદાવાદી પછી,
અમદાવાદની તો યાદ રહી અમારા આત્મા સુધી..!
રેખા શુક્લ(શિકાગો)

મંગળવાર, 1 નવેમ્બર, 2011

વર્ષાગમન…!!

પરોઢનું બપોરીયું સળગ્યું'તું સવારનું,
            ક્યારનું અંધાર્યુ..વાદળું શું ગાજ્યું?
ડુંગર પછવાડે મેઘ-ધનુષ્ય છવાયું,
          મદારીના ખેલમાં મન ના મારું પરોવાયું
કળા કરે મોર..જોઈ ઘટા ઘનઘોર,
         ઢેલનું હૈયું પણ જરાંક વાં હરખાયું
મોરપીંછે બસ મન મારું મોહયું,
        સ્વપનું મિલનનું એક આંખમાં સમાયું
   -રેખા શુક્લ(શિકાગો)

તું મળી ગયો..!!!

વેહતા નીરમાં ભરતીનો અહંકાર ઓગળી ગયો
ડુબતા સુરજમાં રૂપેરી ચંદ્રનો આકાર ભળી ગયો
ભલું જોઈ બીજાનું નાનેરો માનવ સળગી ગયો

બળીને રાખ થાય માનવ તો એ પ્રશ્ન ટળી ગયો
પ્રાયશ્ચિત્તે ભુલમાં તારો સ્વભાવ કોઈ કળી ગયો
મુશળધાર વરસાદે મારો પ્રેમ-પત્ર પલળી ગયો

રક્ત તરબોળ લાશ નિરખી માનવ ચળી ગયો
પળવારે પશ્ચિમાકાશે સોનેરી પ્રકાશ ઢળી ગયો
રળીએ રોટલો નિરાળો તેમાં લે તું મળી ગયો...
---રેખા શુક્લ